રાજકોટ– ગ્રામીણ કૃષિ મૌસમ સેવા, સૂકી ખેતી સંશોધન કેન્દ્ર, જુ.કૃ.યુ.,તરઘડિયા અને ભારત મૌસમ વિભાગની યાદી જણાવે છે કે તા.૩૦-જુન થી ૦૬-જુલાઈ-૨૦૨૧ દરમ્યાન સુકું, ગરમ અને વાદળછાયું રહેવાની શક્યતા છે. રાજકોટ જીલ્લામાં રાજકોટ જીલ્લામાં આગામી તા.૨૬-૦૬–૨૦૨૧ થી તા.૩૦-૦૬–૨૦૨૧ દરમ્યાન હવામાન ગરમ, ભેજવાળું અને વાદળછાયું રહેશે અને તા. ૨૭ ના રોજ હળવો વરસાદ થવાની શક્યતા છે.
આ સમય ગાળામાં મહતમ તાપમાન દિવસ દરમ્યાન ૩૫-૩૭ ડીગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમ્યાન ૨૫-૨૬ ડીગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે. આ સમયગાળા દરમ્યાન મહત્તમ અને લઘુત્તમ ભેજનું પ્રમાણઅનુક્રમે ૬૯-૭૧ અને ૩૪-૪૩ ટકા રહેશે. પવનની દિશા પશ્ચિમની રહેવાની અને પવનની ઝડપ ૨૬ થી ૨૯ કીમી/કલાક રહેવાની શક્યતા છે.
- Advertisement -
જમીનજન્ય રોગનો ઉપદ્રવ ન થાય તે માટે દરેક પાકના બીજને મેન્કોઝેબ અથવા થાયરમ અથવા વીટાવેક્ષ પૈકી કોઈ એક દવાનો ૨–૨.૫ ગ્રામ પ્રતિ કિલ્લો બીજ મુજબ પટ આપવો. કઠોળ વર્ગના પાકોના બીજને પ્રવાહી રાઇઝોબીયમ અને પી.એસ.બી. જૈવિક ખાતરના કલ્ચરનો ૧૦–૧૫ મી.લી. પ્રતિ કિલો બીજ મુજબ પટ આપવો. જો ફૂગનાશક દવાનો પટ આપેલ હોય તો જૈવિક ખાતરનું પ્રમાણ બમણું રાખવું. ચોમાસું પાકોમાં ઉગાવા બાદ આંતરખેડ કરવી જેથી નિંદામણ દુર થાય અને જમીનમાં ભેજ જળવાય રહે. લીંબુમાં બળીઆ ટપકા અને ગુંદરિયો રોગના નિયંત્રણ માટે કોપર ઓક્ષી ક્લોરાઈડ ૪૦ ગ્રામ અને સ્ટ્રેપટોમાયસીન સલ્ફેટ ૧ ગ્રામ ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવો.


