ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
રઘુવંશી તરંગ લેડીઝ ક્લબ અને ચૈતન્ય ટેકનો સ્કૂલના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં ચૈતન્ય ટેકનો સ્કૂલ ખાતે રઘુવંશી તરંગ લેડીઝ ક્લબની ઓપનિંગ સેરેમની તેમજ ક્લબના પ્રથમ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાળકો માટે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન પણ યોજાઈ હતી.
- Advertisement -
આ કાર્યક્રમમાં બહેનોને હાઉઝી ગેમમાં પ્રથમ પાંચ વિજેતાઓને ગિફ્ટ તેમજ અન્ય કોમ્પિટિશનમાં સોના-ચાંદીના ઈનામો આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રઘુવંશી તરંગ લેડીઝ ક્લબના સૌ સહેલીઓએ જહેમત ઉઠાવી હતી.