ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભા-68, રાજકોટ (પૂર્વ)ના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડએ સર્વે બહેનોને આંતરરાષ્ટ્રીય મહિલા દિનની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે વિશ્ર્વમાં 8 મી માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે દર વર્ષે ઉજવવામાં આવે છે, એટલે કે સમગ્ર વિશ્ર્વમાં આ દિવસ ને મહિલાઓ માટે સમર્પિત કરવામાં આવી છે. તેથી જ સમગ્ર વિશ્ર્વમાં આ દિવસે મહિલાઓના અધિકારો, મહિલાઓના સર્વાગી વિકાસ માટેના સામુહિક પ્રયત્નો કરવામાં આવે છે. આ દિવસે તમામ દેશોની સરકાર, સંસ્થાઓ તેમજ સંગઠનો પોત-પોતાના સ્તરે ઝુંબેશરૂપે વિવિધ કાર્યક્રમો અને કાર્યો હાથ ધરી મહિલાઓના સશક્તિકરણ અંગેના પ્રયત્નો કરે છે.
આ દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્ર્વની અડધી જનસંખ્યા એટલે કે નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતી લાવવાનો છે. સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાનમાં લઈ તેમનામાં શિક્ષ્ાણનો વ્યાપ વધે તેમ જ તેઓ કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન કરવામાં આવે છે. આજે વિજ્ઞાન, ટેકનોલોજી સહીત વિવિધ ક્ષ્ોત્રોમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે. વર્તમાન સમયમાં અવકાશ સંશોધન અને રમત-ગમત જેવા ક્ષ્ોત્રોમાં પણ મહિલાઓએ પોતાની ક્ષ્ામતા પુરવાર કરી રહી છે. અને મહીલાઓ પુરૂષ સાથે ખભે ખભો મિલાવીને આગળ વધી રહી છે.
- Advertisement -
ત્યારે સ્ત્રી એ શક્તિનું સ્વરૂપ છે. સ્ત્રીઓ પોતાના પરિવાર માટે ખૂબ જ સંઘર્ષ કરે છે. વર્તમાન સમયમાં સ્ત્રીઓના ઉત્થાન માટે લોકો પ્રયત્નશીલ બન્યા છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજયની ભાજપ સરકારએ વિકસિત ભારત-ર047ના નિર્માણમાં મહિલાલક્ષ્ાી અનેક યોજનાઓને પ્રોત્સાહન આપી સુશાસિત સરકાર, સુનિયોજિત વિકાસ, સશક્ત મહિલા, સશક્ત સમાજની ઉક્તિને સાકાર કરી છે. સુપોષિત બાળ અને સ્વસ્થ બાળના મંત્રને ચરિતાર્થ કરતી વિવિધ સહાય યોજનાઓ જેમાં પ્રધાનમંત્રી ઉજજવલા યોજના, નમો લક્ષ્મી યોજના, સંકલિત બાળ વિકાસ પૂરક પોષણ યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, પૂર્ણા યોજના, નમો શ્રી યોજના, સરસ્વતી સાધના યોજના, મુખ્યમંત્રી ક્ધયા કેળવણી નિધિ યોજના, વ્હાલી દિકરી યોજના, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, આદિજાતી અને વિકાસશીલ તાલુકાઓમાં દૂધ સંજીવની યોજનાઓ થકી મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા મકકમ પ્રયાસ હાથ ધરવામાં આવેલ છે.આમ નવી સદી અને બદલાતા સમાજમાં સ્ત્રીઓની એક સશક્ત તસ્વીર ઉભરી રહી છે.
રાષ્ટ્રની સારી છાપ અને સમાજનો વિકાસ સ્ત્રીઓની વિવિધ ક્ષ્ોત્રોમાં ભાગીદારીથી શક્ય બને છે.ત્યારે આ દિવસ ઉજવવાનો મક્સદ મહિલાઓ પ્રત્યે સન્માન, પ્રશંસા અને તેમના પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાનો છે. આજે આધુનિક સમાજમાં સૌ કોઈ ‘યત્ર નાર્યસ્તુ પૂજયંતે રમંતે તત્ર દેવતા’ અને ‘નારી તુ નારાયણી’ના મંત્રને સાર્થક કરે એ જ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ખુબ ખુબ શુભેચ્છા પાઠવતા અંતમાં વિધાનસભા 68-રાજકોટ (પૂર્વ)ના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડએ અંતમાં જણાવ્યું હતું.