- મારે બીજી છોકરી સાથે અફેર છે, તારે મરવું હોય તો મરી જા, કહી ત્રાસ આપતો
- પતિ દારૂ પી મારકૂટ કરતો, ઘરમાં મળમૂત્ર સાફ કરાવતો હોવાનો આક્ષેપ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના કાલાવડ રોડ ઉપર ચિત્રકૂટધામ સોસાયટીમાં રહેતા અને નિવૃત જીવન જીવતા રમેશભાઈ વિરમભાઇ ડોડીયા નામના વૃધ્ધએ મોરબી રોડ ઉપર ગોકુળ કોમ્પલેક્ષમાં રહેતા જમાઈ આનંદભાઈ રાઘવભાઈ રાઠોડ સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દીકરી હેતલબેનને મરવા મજબૂર કરવા અંગે ફરિયાદ નોંધાવી છે.
- Advertisement -
ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે દીકરી હેતલના લગ્ન 2009માં કર્યા હતા લગ્નના એક વર્ષ બાદ પતિ ત્રાસ આપતો હોવાથી દીકરી અવારનવાર માવતરે આવી જતી જેને અમે સારાવાના થઈ જશે તેવું સમજાવી પરત સાસરે મોકલી દેતા હતા દીકરી ઘરે આવતી ત્યારે કહેતી કે પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ છે અને પતિ દારૂ પી મારકૂટ કરી ઘરમાં ગમે ત્યાં મળમૂત્ર કરી જાય છે અને મરી પાસે સાફ કરાવે છે તેમજ મારે બીજી છોકરી સાથે અફેર છે તારી જરૂર નથી તારે મરવું હોય તો મરી જા કહી ત્રાસ આપે છે 2012માં દીકરી આપઘાત કરવા ન્યારી ડેમ ગઈ હતી પરંતુ સિક્યુરિટી ગાર્ડએ બચાવી લીધી હતી
દરમિયાન ગત બે તારીખે પૌત્રનો જન્મદિવસ હોય ચોકીધાણીમાં પાર્ટી રાખી હોય તેમાં બોલાવતા દીકરી, જમાઈ અને દોહિત્ર આવ્યા હતા ત્યારે પણ દીકરી મરી વહુ હર્ષિતાને રડતાં રડતાં પતિ ત્રાસ આપતો હોવાનું અને પતિને અન્ય સ્ત્રી સાથે જોઇ જતા તે અંગે પૂછતાં ઝઘડો કર્યો હોવાનું જણાવ્યું હતું બીજા દિવસે સવારે પુત્રવધૂએ આ વાત અમને કરી હતી થોડીવાર બાદ મારા સાળા હેમુભાઈ પરમારએ ફોન કરી દીકરી હેતલએ ફાસો ખાઈ આપઘાત કરી લીધો છે તેવું જણાવતા અમે ત્યાં દોડી ગયા હતા અને દીકરીની લાશ જોવા મળી હતી જેથી મરી દીકરીને ત્રાસ આપી મરવા મજબૂર કરવા અંગે જમાઈ સામે ફરિયાદ નોંધાવતા પીઆઇ એસ એમ જાડેજા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.