- ઓવરસીડ-રોંગ સાઇડ ઓવરટેક- ડીવાઇડર તોડવા- અકસ્માત ઝોન સહિતના કાયદાની ખાસ અમલવારી
- હેલ્મેટ-સીટબેલ્ટ-ઓવરલોડ પેસેન્જર- લોડેડ વાહનોમાં પેસેન્જર નહીં
- કલેકટર-છઝઘ એવોર્ડ લેવા ગાંધીનગર પહોંચ્યા બપોરે ર પછી ટ્રાન્સપોર્ટ મીનીસ્ટર એવોર્ડ આપશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજય સરકાર દર વર્ષે કોઇપણ એક જીલ્લાને રોડ સેફટી-ટ્રાફિક તથા અકસ્માતમાંથી લોકોને ઉગારવાની કાર્યવાહી અંગે નંબર વન સ્થાન આપી એવોર્ડ જાહેર કરે છે.
આ વોર્ડ રાજકોટ શહેર-જિલ્લામાં ઉપરોકત ઉત્કૃષ્ઠ કામગીરી બદલ રાજયભરમાં રાજકોટ શહેર-જીલ્લો નંબર વન જાહેર થયો છે, અને રાજય સરકારે રાજકોટ કલેકટર શ્રી પ્રભવ જોષી તથા આરટીઓ કેપત ખપેડેને છેલ્લા એક વર્ષથી રોડ સેફટી અંગે સુપર-ડૂપર કામગીરી બદલ એવોર્ડ જાહેર કર્યો છે,
આ એવોર્ડ જાહેર થતા જ કલેકટર તથા આરટીઓ ઉપર અભિનંદનનો વરસાદ વરસ્યો છે. બંને અધીકારીઓ ગાંધીનગર પહોંચ્યા છે, જયાં બપોરે ર વાગ્યા બાદ રાજયના ટ્રાન્સપોર્ટ મીનીસ્ટરના હસ્તે બંનેને એવોર્ડ અપાશે. રોડ સેફટી અંગે કલેકટરના માર્ગદર્શન- સુપરવીઝન હેઠળ આરટીઓ અધિકારી તથા તેમની ટીમે તથા મહેસુલની ટીમોએ એક ડઝન મુદ્દા અંગે શહેર-જીલ્લામાં વિસ્તૃત કામગીરી કરી હતી,
- Advertisement -
જેમાં હેલ્મેટ, સીટબેલ્ટ, ઓવરલોડ પેસેન્જર, લોડેડ વાહનોમાં પેસેન્જર નહીં બેસાડવાના ઓવરસ્પીડ, હાઇવે ઉપર હોટલો-રેસ્ટોરન્ટ વાળા ડીવાઇડર તોડી નાંખે છે તે બંધ કરાવવુ, અકસ્માત ઝોન ઉપર ખાસ સાવચેતી, રીફલેકટર ફરજીયાત, હાઇવે ઉપર ખાસ પીળા-વ્હાઇટ પટ્ટાઓ મુકવા વિગેરે મુદ્દાઓ આવરી લઇ તે પ્રમાણ કડક કાર્યવાહી હાથ ધરાઇ હતી, જેના પરીણામે રાજકોટ તથા કલેકટર આરટીઓ તે એવોર્ડ જાહેર થયો છે.