ખાસ-ખબર સંવાદદાતા
SKP સ્કૂલના વિદ્યાર્થીઓને માલવિયાનગર પોલીસ સ્ટેશનની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા. જે દરમિયાન પો.ઈ. જીજ્ઞેશ દેસાઈ અને પોલીસ સ્ટાફે સ્કૂલના વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવી પોલીસની કામગીરીની માહિતી આપી હતી. આ તકે SKP સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ પોલીસની કામગીરી શું છે? કાયદાઓ અંગેની જાણકારી મેળવી પોલીસ સ્ટાફનો આભાર માન્યો હતો.