– ચીનનું આ વર્ષનું બજેટ 1.67 ટ્રિલિયન યુઆન(231 અરબ ડોલર) પહોંચી ગયું
ચીન સતત પોતાનું સંરક્ષણ બજેટમાં વધારો કરી રહ્યું છે અને આ વર્ષ ચીને પોતાના સુરક્ષા બજેટમાં છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધારે 7.2 ટકાનો વધારો કર્યો છે. આ વધારાની સાથે જ ચીનનું બજેટ આ વર્ષ 1.67 ટ્રિલિયન યુઆન(231 અરબ ડોલર) પહોંચી ગયા છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, ચીનના નાણાંકિય મંત્રાલયની વારિષક રિપોર્ટસના આધારે આ દાવો કરવામાં આવ્યો છે. ચીન, અમેરિકા પછી સુરક્ષા બજેટ પર સૌથી વધારે ખર્ચો કરનાર બીજા નંબરનો દેશ બન્યો છે.
- Advertisement -
ભારતના બજેટથી ત્રણ ગણું બજેટ ફાળવ્યું
સીમા પર ભારત અને ચીનની વચ્ચે લાંબા સમયથઈ તણાવ છે અને બંન્ને દેશોના સૈનિકો કેટલીય વાર સામ-સામે આવી ચૂક્યા છે. જો કે, સેનાને આધુનિક બનાવવાના કારણથી ચીન, ભારતને કેટલુંયે આગળ જોઇ રહ્યું છે. જેના કારણે ચીનનું સૌથી મોટું સંરક્ષણ બજંટ છે, જે ભારતના સંરક્ષણ બજેટથી ત્રણ ગણું વધારે છે. ભારતનું વર્ષ 2024 માટેનું સંરક્ષણ બજેટ 6,21,541 કરોડ રૂપિયા છે, જે લગભગ 74.8 અરબ ડોલર થાય છે. જયારે ચીનનું 2024નું બજેટ લગભગ 232 અરબ ડોલર છે, જે ભારતના બજેટથી ઘણું વધારે છે.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગએ પોતાની સેના પીએલએને આધુનિક બનાવવા માટે 2027નું લક્ષ્ય નક્કી કર્યું છે અને બજેટમાં વધારાનું કારણ પણ આ જ છે. સાથે જ ચીનના દક્ષિણ ચીન સાગરમાં ફિલીપીંસ, જાપાન સહિત કેટલાય દેશો સાથે વિવાદ ચાલી રહ્યો છે. જયારે સીમા વિવાદના કારણે ભઆરતથી પણ ચીનના સંબંધો ખરાબ ચાલી રહ્યા છે. જેનું કારણ છે કે, ચીન સતત પોતાની સેનાને આધુનિક બનાવી રહ્યું છે. ખાસ કરીને ચીન પોતાની નેવીમાં ઘણું રોકાણ કરી રહ્યા છે અને આજે ચીનના નેવી જહાજોના કેસમાં દુનિયાની સૌથી મોટી નેવી છે. ચીન એરક્રાફ્ટ કેરિયરનો પણ નિર્ણય કરી રહ્યું છે અને હિંદ માહસાગરના કેટલાય દેશોમાં ચીને પોતાના અડ્ડા બનાવ્યા છે.
આગામી સમયમાં ચીનના પડકારોમાં થશે વધારો
ચીન સેનાની સંખ્યાની બાબતમાં સૌથી મોટો છે. સાથે જ ચીનની સેનામાં બે રોકેટ ફોર્સ અને આ રોકેટ ફોર્સ જ પરમાણુ હથિયારોનું સંચાલન સંભાળે છે. ચીન પર આરોપ છે કે તેઓ શાંતિથી પોતાનું રોકેટ ફોર્સનો વિસ્તાર કરી રહ્યા છે. રક્ષા વિશેષજ્ઞોનું કહેવું છે કે, ચીનનું રક્ષા બજેટમાં સામેલ કર્યુ નથી. રક્ષા વિશેષજ્ઞોનું કહેવું છે કે, ચીનનું રક્ષા બજેટ બતાવી રહ્યું છે કે આંકડા કેટલાય વધારે છે કારણકે ચીન પોતાના સેનાના રિસર્ચ અને ડેવલેપમેન્ટનો રક્ષા બજેટનો સમાવેશ કરતો નથી. જો કે જ્યાં એક તરફ ચીન સતત પોતાના સેનાની તાકાત વધારી રહ્યું છે. ચીને છેલ્લા દિવસોમાં પોતાના સુરક્ષા પ્રમુખને કોઇ કારણ વગર પદ પરથી હટાવી દીધા છે. સાથે જ કેટલાય મુખ્ય જનરલોને પણ બદલી નાખ્યા છે.
- Advertisement -
અમેરિકાથી ક્યાંય પાછળ છે ચીન
ચીનના વધતા દબદબાથી અમેરિકા પણ ચિંતામાં છે. જો કે હજુ પણ બજેટના કેસમાં અમેરિકા, ચીન સૌથી આગળ છે. ચીને ગયા વર્ષ સુરક્ષા બજેટ 886 અરબ ડોલર હતું. ચીનના વધતા પડકારોને જોતાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટન પણ સેનાને મજબૂત કરવામાં લાગી ગયું છે. જયારે ભારતની સાથે જ અમેરિકા પણ રણનીતિ ઘડી રહ્યું છે.