ICC ટેસ્ટ ઓલરાઉન્ડરોના રેન્કિંગમાં રવિન્દ્ર જાડેજા જેસન હોલ્ડરને ખસેડી પ્રથમ સ્થાને
ખાસ-ખબર સંવાદદાતા
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલના રિઝર્વ દિવસની રમત શરૂ થતા પહેલા ટેસ્ટ રેન્કિંગની જાહેરાત કરી. નવા રેન્કિંગ પ્રમાણે ટેસ્ટ ઓલરાઉન્ડરની વાત કરીએ તો ગુજ્જુ ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ મોટી છલાંગ લગાવતા તે ફરી નંબર 1ના સ્થાને પહોંચી ગયો છે. આઈસીસી ટેસ્ટ ઓલરાઉન્ડરોના રેન્કિંગમાં રવીન્દ્ર જાડેજા જેસન હોલ્ડરને ખસેડી પ્રથમ સ્થાને પહોંચી ગયો છે.
- Advertisement -
સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સીરીઝમાં જેસન હોલ્ડરે ખરાબ પ્રદર્શન કર્યું અને તેણે નંબર-1નું સ્થાન ગુમાવી દીધું છે. જાડેજાના 386 રેટિંગ પોઈન્ટ છે. ઓલરાઉન્ડરોના રેન્કિંગમાં ત્રીજા સ્થાને બેન સ્ટોક્સ અને ચોથા સ્થાને ભારતીય સ્પિનર આર અશ્વિન છે. બાંગ્લાદેશનો ઓલરાઉન્ડર શાકિબ પાંચમાં સ્થાને છે. ભારતીય સુકાની વિરાટ કોહલી ચોથા સ્થાને છે, જ્યારે ન્યૂઝીલેન્ડનો સુકાની કેન વિલિયમસન બીજા સ્થાને યથાવત છે. ટોપ-10માં દક્ષિણ આફ્રિકાના વિકેટ કીપર ડીકોકની એન્ટ્રી થઈ છે. ડી કોકે હાલમાં વિન્ડીઝ સામે પુરી થયેલી ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ડીકોક બે સ્થાનની છલાંબ સાથે 10માં ક્રમે પહોંચી ગયો છે.
ઓસ્ટ્રેલિયાનો સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથ પ્રથમ સ્થાને છે, જ્યારે માર્નસ લાબુશેન ત્રીજા સ્થાને છે.