ખેડૂતોમાં ચિંતાનો માહોલ, પાકમાં નુકસાન થવાની ભીતિ
હવામાન વિભાગની આગાહી મુજબ આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોમસી વરસાદ શરૂ થયો છે. વાત જાણે એમ છે કે, રાજ્યના હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. આ તરફ આજે વહેલી સવારથી જ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં વધુ વરસાદ નોંધાયો તો સૌરાષ્ટ્રમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. આ બધાની વચ્ચે હવે મિશ્ર ઋતુ દરમિયાન કમોમસી માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
- Advertisement -
જામનગરમાં કમોસમી વરસાદ
રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. વહેલી સવારથી ઘનઘોર વાદળો વચ્ચે વરસાદી છાંટા પડતા ખેડૂતોમાં પાકને નુકશાન જવાની ચિંતા વ્યાપી ગઈ છે. આજે વહેલી સવારથી જ ધ્રોલ, કાલાવડ, જોડીયા તાલુકામાં વરસાદ પડી રહ્યો છે. આ તરફ કમોસમી વરસાદથી ખેડૂતોને પાકમાં નુકશાન જવાની ભીતિ સર્જાઇ છે.
પોરબંદર જિલ્લાના વાતાવરણમાં પલટો
- Advertisement -
કમોસમી વરસાદની આગાહી વચ્ચે વહેલી સવારથી પોરબંદર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે વહેલી સવારથી ગ્રામ્ય વિસ્તારમાં ઘનઘોર વાદળો છવાયા હતા. આ તરફ બરડા પંથકના ગામો મોઢવાડા, રામવાવ સહિતના ગામોમાં કમોસમી વરસાદની નોંધાયો હતો છે.
સૌરાષ્ટ્રમાં શનિવારે સાવત્રિક કમોસમી વરસાદ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં શનિવારે સાવત્રિક કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. પોરબંદરમાં પણ સવારથી કમોસમી વરસાદ શરૂ થતાં ખેડૂતો ચિંતામાં છે. પોરબંદરમાં સવારથી કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. મહત્વનું છે કે, અનેક ખેડૂતોનો શિયાળુ પાક ખેતરમાં છે તેવામાં વરસાદને કારણે તૈયાર પાકમાં નુકસાનને લઇ ખેડૂતો ચિંતામાં છે.
દ્વારકામાં કમોસમી વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ દ્વારકામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતાં હવે કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થઇ શકે છે.આ તરફ દ્વારકા, ખંભાળિયા, કલ્યાણપુરમાં કમોસમી વરસાદ ઝાપટાં શરુ થયા છે.