ખાસ-ખબર સંવાદદાતા
અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (અઙજઊણ), ભારતની અગ્રણી સંકલિત લોજિસ્ટિક્સ કંપની, તેના મુન્દ્રા પોર્ટ પર નોંધપાત્ર સીમાચિહ્નની જાહેરાત કરતાં ગર્વ અનુભવે છે. ફેબ્રુઆરી 2024 મહિનામાં, અઙજઊણના મુન્દ્રા બંદરે 155 મિલિયન મેટ્રિક ટન (ખખઝ)ના નોંધપાત્ર કાર્ગો હેન્ડલિંગ સીમાચિન્હ વટાવ્યું છે, ભારતના અગ્રણી પોર્ટમાંના એક તરીકે મુંદ્રા પોર્ટે તેની સ્થિતિ વધુ મજબૂત કરી છે અને સમગ્ર મેરીટાઇમ ઉદ્યોગ માટે નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે.
આ સિદ્ધિ એ એપીએસઈઝેડની દરિયાઈ અને લોજિસ્ટિક્સ સર્વિસિસમાં શ્રેષ્ઠતાનો પુરાવો છે. માત્ર 326 દિવસમાં અદાણી પોર્ટ્સ, મુન્દ્રા 155 ખખઝ માર્કને વટાવી ચૂક્યું છે, જે કાર્ગો હેન્ડલિંગમાં નોંધપાત્ર કાર્યક્ષમતા અને પોર્ટની અત્યાધુનિકતા દર્શાવે છે. આ સિદ્ધિ પાછલા નાણાકીય વર્ષની સરખામણીમાં નોંધપાત્ર વધારો દર્શાવે છે, પાછલા નાણાકીય વર્ષમાં આટલો જ કાર્ગો 365 દિવસમાં હેન્ડલિંગ કરવાં આવ્યો હતો.
અઙજઊણ મુન્દ્રાએ આ સમયગાળા દરમિયાન વિશાળ ડ્રાય કાર્ગો જથ્થાનું સંચાલન કરીને વધુ એક નોંધપાત્ર રેકોર્ડ બનાવ્યો છે. જહાજ ખટ ફિરાન્ડો પર 77,000 મેટ્રિક ટન મોટો જથ્થા હેન્ડલ કરી અદાણી પોર્ટ્સ, મુન્દ્રાએ નવો કીર્તિમાન બનાવ્યો છે. છેલ્લા નાણાકીય વર્ષમાં 70,365 મેટ્રિક ટન હેન્ડલ કરવાના પોતાના અગાઉના રેકોર્ડને જ વટાવી નવો રેકોર્ડ સ્થાપિત કરે છે, જે અદાણી પોર્ટની સતત વૃદ્ધિ અને વિવિધ પ્રકારના કાર્ગોને કુશળતાથી હેન્ડલ કરવાની ક્ષમતાને દર્શાવે છે.
આ પ્રસંગે અઙજઊણ ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રક્ષિત શાહે જણાવ્યું હતું કે ‘અમને અદાણી પોર્ટ્સ, મુન્દ્રા દ્વારા બનાવેલ નવા રેકોર્ડ પર ખૂબ જ ગર્વ છે. આ રેકોર્ડ ફક્ત પોર્ટની ઓપરેશનલ કુશળતા નથી દેખાડતું પરંતુ પોર્ટનું અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર અને કુશળ માનવબળ પણ દર્શાવે છે. જટિલ લોજિસ્ટિક્સ કામગીરીના અને પોર્ટ સંચાલનમાં અમારી ટીમની આ સિદ્ધિઓ દરિયાઈ અને લોજિસ્ટિક્સ ઉદ્યોગમાં અગ્રણી તરીકે અઙજઊણને વધુ મજબૂત બનાવે છે.’
અઙજઊણ ભારતના વેપાર અને આર્થિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપવાના તેના મિશનમાં કાર્યરત છે. નવીનતા, દૂરગામી નિર્ણયો અને ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ પર કંપનીનું ધ્યાન આજે કચ્છના મુંદ્રા પોર્ટને ભારતને અગ્રિમ સ્થાન
અપાવે છે.
અદાણી પોર્ટ્સનું કાર્ગો હેન્ડલિંગ 150 MMTને પાર: સૌથી મોટા પાર્સલ સાઇઝ 77000 MTનું હેન્ડલિંગ
