વેરો ભરપાઈ ન કરનારાઓ સામે કાર્યવાહી કરતી વેરા વસૂલાત શાખા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખા દ્વારા વર્ષ 2023-24ની રિકવરી ઝુંબેશની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન શહેરના કુલ 12 વોર્ડમાંથી 35-મિલ્કતો સીલ, 11 મિલ્કતોને ટાંચ જપ્તીની નોટીસ, 4 નળ કનેક્શન ક્પાત અને રૂા. 33.52 લાખ રિકવરી કરવામાં આવી હતી.
વોર્ડ નં-1માં જામનગર રોડ પર આવેલ શિવમ રેસ્ટોરેન્ટ કાફેના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા. 1.34 લાખ, વોર્ડ નં-5માં પેડક રોડ પર આવેલ 1 નોટીસની સામે રૂા. 56,270, ભાવનગર રોડ પર શિવનગર સોસયાટીમાં 2 નળ કનેક્શન ક્પાત, કુવાડવા રોડ પર આવેલ શિવનગર સોસાયટીમાં 1 નળ કનેક્શન ક્પાત, વોર્ડ નં-6માં ચુનારવાડા રોડ પર આવેલ ભવાની ટ્રેડર્સ શોપ નં-6ને સીલ મારેલ, વોર્ડ નં-7માં વિજય પ્લોટમાં આવેલ વિજય પ્લાઝા થર્ડ ફ્લોર ઓફિસ નં 301થી 309ને સીલ, રજપુત પરા મેઇન રોડ પર આવેલ પાર્ક વ્યુ હોટેલના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા. 2.10 લાખ, ગોંડલ રોડ પર આવેલ ગાંધી ચેમ્બર્સને સીલ, સ્વામી વિવેકાનંદ રોડ પર આવેલ આશા એપાર્ટમેન્ટ ફિફથ ફ્લોર માં 1-યુનિટ સીલ, સ્વામી વિવેકાનંદ રોડ પર આવેલ આશા એપાર્ટમેન્ટ ફોર્થ ફ્લોર માં 1-યુનિટ સીલ, સ્વામી વિવેકાનંદ રોડ પર આવેલ આશા એપાર્ટમેન્ટમાં ત્રણ યુનિટ સીલ, ડો. યાજ્ઞિક રોડ પર આવેલ ધનરંજની કોમ્પ્લેક્ષ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-2320/21 ને સીલ, સ્પ્રેકટમ એપાર્ટમેન્ટમાં બે દુકાનો સીલ કરવામાં આવી તેમજ સોની બજારમાં આવેલા બાલાજી ચેમ્બર્સ ફર્સ્ટ ફ્લોરમાં બે દુકાનો સીલ કરવામાં આવી તેમજ વોર્ડ નં-10માં યુનિ.રોડ પર આવેલ કલાકૃતી એપાર્ટમેન્ટશોપ નં-1 ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા. 51,500, વોર્ડ નં. 11માં કાલાવાડ રોડ પર આવેલ રીવેરા વેવ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-1/એ ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા. 1.15 લાખ, વોર્ડ નં-12માં મવડી રોડ પર આવેલ શ્રી ઉગમ સ્કુલના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા. 3.88 લાખ, ખોડીયાર સ્કુલને નોટીસ આપવામાં આવી. આમ શહેરના વોર્ડ નં. 1, 5, 6, 7, 10, 11, 12, 13, 15, 16, 17 અને 18માં વેરો ન ભરપાઈ કરનારાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.