અંદાજિત 97.82 કરોડની જમીન ખુલ્લી કરાવાઈ
ખાસ-ખબર સંવાદદાતા
મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલના આદેશાનુસાર ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજરોજ રાજકોટ મહાનગરપાલિકાને પ્રાપ્ત થયેલી અલગ-અલગ અનામત હેતુના પ્લોટ પર થયેલા ગેરકાયદેસર દબાણ તથા અનઅધિકૃત બાંધકામ દૂર કરવા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 13468.00 ચો.મી.ની અંદાજિત 97.82 કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
શહેરના વોર્ડ નં. 9, 1 અને 11માં ડિમોલીશનની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં વોર્ડ નં. 9માં રૈયા રોડ ખાતે 3 અસ્થાયી ઝુંપડા, 4 કેબીન, ડેકોર આઈલેન્ડ સામે કાલાવડ રોડ પર 4 કેબીન, વોર્ડ નં. 1માં રામાપીર ચોકડી, રૈયા પર થયેલા વાણીજય હેતુનુ અનધિકૃત બાંધકામમાં 3 પાકી દુકાન અને વોર્ડ નં. 11માં સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે 2 ઝુંપડા હટાવવામાં આવ્યા હતા. આમ કુલ 13468.00 ચો.મી.ની અંદાજિત 97.82 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી હતી.