પહેલા મેળામાં 20 આધ્યાત્મિક સંસ્થાઓ, છેલ્લા વર્ષે યોજાયેલા મેળામાં 300 જેટલા સંસ્થાઓએ ભાગ લીધો
ખાસ-ખબર સંવાદદાતા
હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા આજે સાંજે 6:30 ક્લાકે આખિલ હિન્દુ મહિલા પરિષદ, તાલુકા પંચાયત કચેરીની બાજુમાં જામ ટાવર પાસે, જામનગર રોડ, રાજકોટ ખાતે સંસ્થાના તમામ સભ્યોનો પરિવાર પરિચય હેતુ સાથે બેઠકનું આયોજન કરવામા આવ્યુ છે. જેમાં કાર્યક્રમ પુર્ણ થયા બાદ ભોજનની વ્યવસ્થા પણ કરાઈ છે.
હિન્દુ અધ્યાત્મિક અને સેવા સંસ્થાની સ્થાપના 2009માં કરવામાં આવી હતી. આ સંસ્થા સનાતન ધર્મના પ્રચાર, પ્રસાર અને તેના સરક્ષણ હેતુ વર્ષોથી કાર્યરત છે. સંસ્થા દ્વારા આયોજીત પહેલા મેળામાં 20 આધ્યાત્મિક સંસ્થાઓ, જ્યારે છેલ્લા વર્ષે યોજાયેલ મેળામાં 300 જેટલી સંસ્થાઓએ ભાગ લીધો હતો.
વિધ્યાર્થીઓ અને યુવા ધનમાં પર્યાવરણ અને સમગ્ર જીવો પત્યે તેમજ રાષ્ટ્ર પ્રેમમાં અભાવની પરિસ્થિતિ અને માનસિકતાને ધ્યાને રાખીમાં રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંસ્થાનો સિદ્ધાંત વન અને વન્યજીવોનું સંરક્ષણ, જીવસૃષ્ટિ સંતુલન, પર્યાવરણ માટેનો છે. અને તેના માટે સંસ્થા દ્વારા વ્રુક્ષ વંદન વગેરે જેવા કાર્યક્રમો કરવામાં આવે છે. આ સંસ્થાનો અંતિમ ઉદેશ્ય યુવા ભારતીયોમાં મુલ્યોનું નિર્માણ કરવાનું છે. જે યુવા ભારતને વૈશ્ર્વિકશક્તિ તરીકે વિશ્વમાં પોતાનું યોગદાન આપવા માટે મદદ કરશે.
આ કાર્યક્રમમાં ડો. જીતેંદ્રભાઈ અમલાણી, નરેંદ્ર ભાઈ દવે તેમજ વિરમ ભાઈ સાંબાડ ઉપસ્થિત રહેશે. તેમજ કાર્યક્રમને સફળ બનાવવા નારયણ ભાઈ મેઘાણી, ઘનશ્યામ ભાઇ વ્યાસ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.