ખાસ-ખબર સંવાદદાતા
અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યાંરથી જ મોટી સંખ્યામા ભક્તો રામલલાના દર્શન માટે પહોંચી રહ્યાં છે. અયોધ્યાના રામ મંદિરમાં શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યાંરથી જ મોટી સંખ્યામાં ભક્તો મંદિરે દર્શન માટે પહોંચી રહ્યા છે. અયોધ્યા ખાતે દર્શનાર્થે જતા લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જેને લઇ વિવિધ રાજ્યોમાં અયોધ્યા રામ મંદિરનાં દર્શન માટે વિશેષ આસ્થા ટ્રેનની રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતના અનેક વિસ્તારમાંથી લોકો આસ્થા ટ્રેન દ્વારા રામ રામલલાના દર્શન માટે જઈ શકશે છે. ત્યારે આજે અમરેલી લોકસભામાંથી રાજુલાના બર્બટાણા રેલ્વે જંકશન પરથી અયોધ્યા સુધી જતી આસ્થા ટ્રેન રવાના થવાની હતી. જે અંતર્ગત આસ્થા પ્રસ્થાન કાર્યક્રમ યોજાયો. જેમા રેલ્વે વિભાગના અધિકારીઓ દ્વારા પધારેલા મહેમાનોનુ મોમેટો આપી સ્વાગત કરાયું હતું. ત્યારબાદ ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા, સાંસદ નારણ કાછડીયા સહિત ભાજપ આગેવાનો-અગ્રણીઓ સહિત કાર્યકર્તાઓની ઉપસ્થિતિમા લીલીઝંડી આપી ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારે રેલ્વે પોલીસ તેમજ રાજુલા પોલીસ અને ડોંગ સ્કોડ સહિત એસઆરપી જવાનો દ્વારા રેલ્વે સ્ટેશન પર ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવયો હતો. રેલ્વે સ્ટેશન પર જયશ્રીરામના નારા સાથે નાદ સાથે ગુંજી ઉઠ્યુ હતું. આસ્થા ટ્રેનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરવામા આવ્યુ હતું. આ આસ્થા ટ્રેનમાં જીલ્લાના કુલ 1344 જેટલા યાત્રાળુઓ અયોધ્યા ખાતે દર્શન કરવા માટે રવાના થયાં હતાં. અને યાત્રાળુઓમાં રામલલાના દર્શનાર્થે જતા ખુશી જોવા મળી હતી.
રાજુલાથી અયોધ્યા જતી આસ્થા ટ્રેનને લીલીઝંડી અપાઇ, જંકશન પર ગુંજ્યા ‘જય શ્રીરામ’ના નારા
