આફ્રિકામાં સોનાંની ખાણમાં ધંધો કરવાના નામે હિતેશ સાગરે ભાગીદાર જયેશ સોની પાસેથી 3 કરોડ પડાવી લીધાનો અરજીમાં આક્ષેપ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના યુનિવર્સિટી રોડ પર શિલ્પન નોવા એ-2માં રહેતા જયેશ ધકાણ સાથે રાજકોટના જ કર્મચારી સોસાયટી શેરી નં.3માં રહેતા હિતેષ ચીમનલાલ સાગરે આફ્રિકામાં સોનાની ખાણમાં ભાગીદારીના નામે ત્રણ કરોડ રૂપિયા હડપ કરી લીધાના આક્ષેપ સાથે પોલીસ કમિશનરને સંબોધીને લેખિત ફરિયાદ (અરજી) કરાઈ છે.
અરજીની વિગતો મુજબ જયેશ સોની કામ ધરાવે છે અને હિતેષ પર સોની કામ સાથે સંકળાયેલા હોવાથી બન્ને લાંબા સમયથી એકબીજાના પરિચયમાં હતા. હિતેષ સાગર જયેશ સોનીને આફ્રિકા પણ લઈ ગયો હતો અને ત્યાં બધી પ્રોસિઝર સમજાવી વર્ષે દશેક કરોડની આવક થશે એવી વાત કરી હતી.
હિતેશ સાગરની વાતોમાં આવેલા જયેશ સોનીએ ધંધાની લાલસામાં ત્રણ કરોડ ભેગા કરવા પોતાની દુકાન વેચી દીધી. ધંધામાંથી 70 લાખનું સોનુ કાઢયું, વારસાઈમાં મેળેલું 3250 ગ્રામ જેટલું સોનું તેમજ અન્ય મતા મળી ત્રણ કરોડ રૂપિયા આપ્યા હતા. થોડો સમય વિત્યા બાદ ધંધા અંગે પૂછાણ કરતા થોડા વખતમાં આફ્રિકાવાળી ખાણ ચાલુ થઈ જશેની વાત કહી હતી. હિતેશ સાગરે આફ્રિકા મોકલવી છે એવું કહી જયેશ સોની પાસેથી એક તિજોરી પણ લીધી હતી.
સોનાની ખાણ બાબતે હચુડચુ દેખાતા જયેશ સોનીએ હવે ધંધો નથી કરવો અને રોકાણ પણ કરવું નથી એવું કહીં ત્રણ કરોડ પરત માગતા હિતેષ સાગર દ્રારા હજી તો મશીનરી ખરીદ કરવી પડશે 35 કરોડ જેવુ રોકાણ કરવું પડશે પછી ત્રણ કરોડ પરત મળે એવી વાત કરી હતી.
જો સંબધં બગાડીશ તો આખી જિંદગી ભેગા કરેલા નાણાં નહીં મળે જેવા શબ્દો કહ્યા હતા. સમય વિત્યે નાણા પરત નહીં આવતા અને જયેશ સોનીના પરિવારે હિતેષ સાગરના પરિવારજનોને વાત કરતા માથાકૂટ કરવા લાગ્યા હતા. આમ હિતેશ સાગરે ત્રણ કરોડ રૂપિયા વિશ્ર્વાસઘાતથી ઓળવી લીધા હોય અમને પરિવારને જીવનું જોખમ પણ હોવાનો જયેશ સોનીએ અરજીમાં ઉલ્લેખ કરાયો છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
- Advertisement -
હિતેશ સાગરે થોડા દિવસો પહેલા જયેશની પત્ની એકતા પર જીવલેણ હુમલો કરેલો
સોની દંપતિના જણાવ્યા અનુસાર હિતેશ સાગર એક માથા ફરેલો અને ફ્રોડ માણસ છે. તેનો ભૂતકાળ ગુનાઓથી ખરડાયેલો છે. તેણે થોડા દિવસો અગાઉ એકતા ઘકાણ પર પણ જીવલેણ હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ ઉપરાંત હિતેશ સાગરે ઘણા લોકો સાથે છેતરપિંડી આચરી હોવાનું પણ એકતા ધકાણ અને જયેશ ધકાણે જણાવ્યું હતું. રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં જયેશ સોનીએ હિતેશ સાગર વિરૂદ્ધ આઈપીસીની કલમ 406, 420, 504, 506 (2) હેઠળની લેખિત ફરિયાદ કરી છે.