જૂનાગઢ 75માં પ્રજાસત્તાક દિને ગુજરાત પોલીસના 256 જવાનો 512 મસાલ સાથે ભવ્ય અને દર્શનીય મશાલ પીટી કાર્યક્રમ રજૂ કરશે. આ સાથે અશ્વ શો, ડોગ શો, મલખમ, બાઈક સ્ટંટ શો સહિતના કાર્યક્રમમાં પણ યોજવામાં આવશે. રાષ્ટ્રીય પર્વ નિમિત્તે આ મસાલ પીટી કાર્યક્રમનું જૂનાગઢ શહેરની વિવેકાનંદ હાઈસ્કૂલના મેદાનમાં તા.24ના રોજ સાંજે 7 કલાકે યોજવામાં આવશે.આ મસાલ પીટી કાર્યક્રમમાં પોલીસ જવાનો બંને હાથમાં મશાલ પકડીને ’ગુજરાત પોલીસ’, ’ વેલકમ ’, ’જય શ્રી રામ’ જેવા શાબ્દિક ફોર્મેશન બનાવશે. જે રાત્રિના સમયે નિહાળવા દર્શનીય બની રહેશે.આ મસાલ પીટી કાર્યક્રમ ઉપરાંત લાઈટિંગ આધારિત અશ્વ શો, ડોગ શો, બાઈક સ્ટંટ શો યોજવામાં આવશે. પોલીસ પરિવારના બાળકો દ્વારા ખાસ મલખમ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. સુરક્ષા સેતુ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા જુડો કરાટેનું પણ નિદર્શન કરવામાં આવશે. આ સાથે બ્રાસ બેન્ડ અને પાઇપ બેન્ડ ડિસ્પ્લે કરવામાં આવશે. તેમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ. બી. ચૌહાણએ જણાવ્યું હતું.
જૂનાગઢમાં પ્રજાસત્તાક પર્વએ મસાલ પીટી સહિતના દિલધડક કાર્યક્રમો રજૂ કરશે
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2024/01/પોલીસ-જવાનો-હાથમાં-મશાલ-સાથે-ગુજરાત-પોલીસ-વેલકમ-જય-શ્રીરામ-જેવા-શાબ્દિક-ફોર્મેશન-આપશે-860x387.jpg)
Follow US
Find US on Social Medias