આજે રોજ અયોધ્યામાં રામમંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો જેને લઈને અનેક શહેરોમાં રામમંદિરોમાં ઉત્સવ જેવો માહોલ જોવા મલ્યો હતો અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા.ત્યારે રાજકોટ શહેરની વાત કરીએ તો રાજકોટમાં બહુ જુજ રામ ભગવાનના મંદિરો છે જેમાંનું એક મંદિર કે જે જૂનુ આકડાવાળી જે હાલ મનહર પ્લોટ શેરીનં. 8માં આવેલું છે. આ મંદિરની સ્થાપના ઈ.સ. 1912માં થઈ હતી. આ વર્ષો જૂનું પૌરાણિક મંદિરનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. આ રામજીમંદિરને 78 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે અયોધ્યામાં યોજાનાર ભવ્ય રામમંદિરના મહોત્સવને લઈને મનહર પ્લોટ ખાતે આવેલા આ પૌરાણિક રામજીમંદિર ખાતે મનહર પ્લોટ મિત્ર મંડળ દ્વારા 100 દીવડાની ભવ્ય મહાઆરતી, મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.જેનો લાભ ભઓલી સંખ્યા મા રામભક્તો એ લીધો હતો.. આ કાર્યક્રમને સફળ બનાવવા માવજીભાઈ ડોડીયા, રમેશભાઈ હરિયાણી, હસુભાઈ સગપરીયા, મનોજભાઈ ડોડીયા, મહેશભાઈ ડોડીયા, રૂપેશભાઈ ડોડીયા, હિતેશભાઈ દવે, નિતેશભાઈ રાજપુરોહિત, દિલીપસિંહ ચાવડા, ઋષિરાજભાઈ ડોડીયા, બાબુભાઈ ખુંટ, રાજુભાઈ રાદડિયા નિમેષભાઇ ડોડિયા, યોગેશભાઇ ગોલેતર સહિતના તમામ રામભક્તો જહેમત ઉઠાવી હતી.
રાજકોટના મનહર પ્લોટમાં આવેલા રામજીમંદિરમાં મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરાયું

TAGGED:
Mahaarti, Mahaprasad, manharplot, Rajkot, Ramjimandir
Follow US
Find US on Social Medias