હિંદુ-મુસ્લિમ એકતાનું પ્રતિક એટલે આરાધના ટી સ્ટોલ
ખાસ-ખબર સંવાદદાતા
અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી રાજકોટમાં પણ નાત-જાતના ભેદભાવ વગર કરવામાં આવી હતી. આરાધના ટી સ્ટોલમાં (ઝાફરની ચા) અયોધ્યાના સીધા દર્શન અને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ લોકો નિહાળી શકે તે માટે એલઈડી સ્ક્રીન મૂકવામાં આવી હતી. તમામ લોકોએ ચાની ચુસ્કી લેતાં અયોધ્યાના રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિહાળ્યો હતો. એટલું જ નહીં પણ રંગોળી અને દીવડાઓ પ્રગટાવી ઉજવણી કરી હતી. દિવાળી જેવો માહોલ આ વિસ્તારમાં જોવા મળ્યો હતો. આમ રાજકોટમાં હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતીક એટલે આરાધના ટી સ્ટોલ કે જ્યાં રામભક્તોએ મોટી સંખ્યામાં ચા સાથે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિહાળ્યો હતો.