અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવના ઉપલક્ષમાં સોમનાથ તીર્થમાં શ્રી રામ મંદિર ખાતે પ્રભુ શ્રીરામ, માતા સીતા, શ્રી લક્ષ્મણ અને હનુમાનજીનો કરાયો સર્યું નદી સહિત 9 પવિત્ર તીર્થજળથી અભિષેક
ખાસ-ખબર સંવાદદાતા
સોમનાથ તીર્થમાં આવેલ પુરાણ પ્રસિદ્ધ 8 પવિત્ર જળાશયો જેમાં રત્નાકર સમુદ્ર, ત્રિવેણી સંગમ, જલ પ્રભાસ કુંડ, આદિત્ય પ્રભાસ કુંડ, બ્રહ્મા કુંડ, વિષ્ણુ કુંડ, ગૌરી કુંડ, સૂર્ય કુંડ આવેલ છે જેમનો ઉલ્લેખ સ્કંદ પુરાણ, શ્રીમદ ભાગવત, વાયુ પુરાણ, શિવ પુરાણ વગેરે જેવા શાસ્ત્રોમાં છે.આ પવિત્ર જળ રજત કળશમાં ભરીને અયોધ્યા શ્રી રામ મંદિર ખાતે અર્પણ કરવામાં આવ્યાં હતા. આ પવિત્ર જળ સાથેજ અયોધ્યા થી લાવવામાં આવેલ સર્યું નદીના જળ સહિત સોમનાથ તીર્થમાં બિરાજમાન પ્રભુ શ્રીરામ નો 9 જળો થી મહા અભિષેક કરવામાં આવ્યો હતો જેના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા.