ગીર મધ્યે બાણેજની જેમ ઉપલા દાતાર ખાતે મતદાન મથકની માંગ
આસન સિદ્ધ જગ્યાના મહંતે ચૂંટણી પંચને લખ્યો પત્ર
- Advertisement -
ઉપલા દાતાર મહંત મતદાનથી વંચિત ન રહે તેવી માંગણી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ આગામી લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા એક એક મતદાર ચૂંટણીથી વંચિત ન રહે તેવા પ્રયાસો કરી રહ્યા છે.અને લોકશાહી પર્વની ઉજવણીમાં પોતાના મત અધિકારનો ઉપયોગ કરે તેવા પ્રસાર પ્રચાર થઇ રહ્યા છે.ત્યારે ઉપલા દાતરની જગ્યા મહંત માટે આસન સિદ્ધ ગણાય છે કારણકે ઉપલા દાતાર જગ્યાના જે મહંત તરીકે કરાભાળ સંભાળે છે.તે કદી નીચે નથી ઉતરતા અને આજીવન દાતાર બાપુની સેવામાં સમર્પિત કરે છે.ત્યારે ગીર મધ્યે આવેલ બાણેજ મંદિર ખાતે વર્ષોથી એક મત માટે ચૂંટણી પંચ દ્વારા ત્યાંના મહંત માટે મતદાન મથક ઉભું કરવામાં આવે છે.એજ રીતે ઉપલા દાતાર ખાતે મતદાન મથક ઉભું કરવામાં તેવી માંગ દાતાર જગ્યાના મહંત ભીમબાપુએ જૂનાગઢ મુખ્ય ચૂંટણી અધિકરીને લેખિત પત્ર લખીને માંગણી કરી છે.
ઉપલા દાતારની ધાર્મીક જગ્યાના મહંતોની ઉજળી પરંપરા રહી છે કે જગ્યાના મહંતો કદી નીચે શહેરમાં આવતા નથી આવી બહુ ઓછી જગ્યા હશે કે જગ્યાના મહંતો કદી પોતાની જગ્યા છોડી કયાંય જતા નથી તેમના એક ઉપલા દાતારની આ કોમી એકતાના પ્રતિક સમી ધાર્મીક જગ્યાના બ્રહ્મલીન મહંતો પૂ.પટેલબાપુ કે જેઓને નવાબી કાળમાં નવાબ સાહેબે જગ્યાનો તમામ વહીવટ સોંપેલ હતો અને પૂ.પટેલ બાપુ યુવા અવસ્થામાંજ દાતારની જગ્યાએ જીવ્યા ત્યા સુધી દાતારની જગ્યા ખાતે વોર્ષો સુધી સેવા આપેલ તેવો કદી પણ નીચે ઉતાર્યા નથી આમ જોતા દાતારના આ મહંતો કદી જગ્યા છોડી નિચે ઉતરતા નથી જેને આસમ સિઘ્ધ કહેવાય આપ પાસે અમારી નમ્ર માંગણી છે કે આગામી ચૂંટણી માટે ભીમબાપુના એક મત માટે જો વહિવટી તંત્ર તથા ચૂંટણી પંચ મતદાન માટે કોઇ વ્યવસ્થા ઉભી કરે તો પૂ.ભીમબાપુ મતદાન કરવા ઉત્સુક છે.
મતદાન કરવુ દરેક નાગરીકની પવિત્ર ફરજ છે તો ભુતકાળમાં બાણેજગીર ખાતે એક સંત પૂ.ભરતદાસ બાપુ માટ ેએક મત માટે ચૂંટણી પંચે જંગલમાં બુથ ઉભુ કરેલ હતુ. પણ અહીં દાતારની જગ્યાના મહંત ભીમબાપુ તેમની પરંપરાના કારણે કદી જગ્યા છોડી કાંઇ જતા નથી તો તેમના એક મત માટે ચૂંટણી પંચ મતદાન કરવા કોઇ વ્યવસ્થા ઉભી કરે તેવી પૂ.ભીમબાપુ અને દાતારના સેવકોની માંગણી છે. અગાઉ પણ આ બાબતે જિલ્લા વહિવટી તંત્રને રજૂઆતો કરાઇ હતી અને વહીવટી તંત્ર દ્વારા રજૂઆતોને ઘ્યાને લઇને આગામી ચૂંટણી વખતે વ્યવસ્થા ઉભી કરવાની ખાત્રી અપાઇ હતી. જે અનુસંધાને આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ અરંભી દેવાઇ છે.
ત્યારે અમારી માંગણી સંતોષાઇ અને પૂ.બાપુ હોશે હોશે મતદાન કરી પોતાનો કિંમતી મતનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી પંચ એક મત માટે દાતાર પર્વત ઉપર બુથ ઉભુ કરી બાપુના એક મત માટે મતદાન મથક ઉભુ કરી શકે તે માટે અમારી લાગણી સાથે માંગણી કરી રહ્યા છીએ.