15 મિલકતોને ટાંચ-જપ્તીની નોટીસ ફટકારાઈ, વેરા વસૂલાત ખાતાની કામગીરી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર આનંદ પટેલની સૂચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ 2023-24ની રિકવરી ઝુંબેશની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે શહેરના કુલ 13 વોર્ડમાંથી વેરો ન ભરનારની 11 મિલકતો સીલ, 15 મિલકતોને ટાંચ-જપ્તીની નોટીસ અને રૂા. 35.14 લાખની રિકવરી કરવામાં આવી હતી.
શહેરની વોર્ડ નં. 1માં જામનગર રોડ પર આવેલા 1 યુનિટને બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રિકવરી રૂા. 1.37 લાખ, જામનગર રોડ પર આવેલા 1 યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રિકવરી રૂા. 88,880, ગાંધીગ્રામ મેઈન રોડ પર આવેલા 1 યુનિટને નોટીસ સામે રિકવરી રૂા. 53,070 તથા વોર્ડ નં. 3માં 150 ફૂટ રીંગ રોડ પર આવેલા 2 યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 1.45 લાખ, મોચી બજારમાં 1 યુનિયની નોટીસ સામે રિકવરી રૂા. 3.40 લાખ, વોર્ડ નં. 5માં પેડક રોડ પર આવેલા 1 યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 1.00 લાખનો ચેક આપવામાં આવ્યો અને વોર્ડ નં. 6માં આજી રીંગ એરિયામાં પ્લોટ નં. 54માં 1 યુનિટ સીલ, ગઢીયાનગરમાં 1 યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રિકવરી રૂા. 1.09 લાખ, મહિકા માર્ગ પર આવેલા 1 યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 38,330 તથા વોર્ડ નં. 7માં જવાહર રોડ પર 1 યુનિટ સીલ, વોર્ડ નં. 8માં નાના મોવા રોડ પર આવેલા 1 યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 1.09 લાખ, વોર્ડ નં. 10માં કાલાવાડ રોડ પર આવેલ 1 યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રિકવરી રૂા. 5.04 લાખ, વોર્ડ નં. 11માં નાના મોવા રોડ પર આવેલા 1 યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રિકવરી રૂા. 7.70 લાખ, મવડી મેઈન રોડ પર આવેલા 1 યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 39,648, નાના મોવા રોડ પર આવેલા 1 યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 5.00 લાખ અને વોર્ડ નં. 12, 13, 14, 16 અને વોર્ડ નં. 18માં વેરા ન ભરનારની ટોટલ 11 મિલકતો સીલ કરવામાં આવી અને રૂા. 35.14 લાખની રિકવરી કરી 15 મિલકતોને ટાંચ-જપ્તીની નોટીસ ફટકારવામાં આવી હતી.