કરુણા અભિયાન દ્વારા પક્ષી માટે ખાસ વ્યવસ્થા
વન વિભાગે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ આવતીકાલે મકરસંક્રાતિ પર્વની હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે પતંગ રસિકો ઉત્સાહ અને ઉમંગ સાથે એ કાપ્યો છે…..ના શૂર સાથે પતંગ ચગાવશે ત્યારે એ કાપ્યો છે ના શૂરમાં કયાંક કોઈકના પરિવારની જીવન ડોર ન કપાઈ તે જોજો તેવા ઉમદા આશય સાથે વહીવટી તંત્ર અને કરુણા અભિયાન સાથે વન વિભાગ દ્વારા પતંગ રસિકો માટે ખાસ ગાઈડ લાઈન જારી કરી છે. આવતીકાલે જયારે પતંગ મહોત્સવની ઉજવણી કરવા પતંગ બાજો ડીજેના તાલ અને કીકયારીઓ વચ્ચે પતંગ ચગાવશે ત્યારે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સતામંડળ, ઈમરજન્સી ઓપરેશન સેન્ટર અને જિલ્લા વહીવટી તંત્ર-જૂનાગઢ દ્વારા ઉત્તરાયણ-2024ના તહેવાર નિમિત્તે દુર્ઘટનાઓ ટાળવા જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે. આ સૂચનોમાં પતંગ રસિકોએ આટલુ જરૂરી ધ્યાન દેવું જોઈએ જેમાં પતંગ રસિકોએ પ્રાથમિક સારવારની કીટ તૈયાર રાખો, માણસો,પશુઓ અને વાહનોથી સાવચેત રહો, પતંગ ચગાવવાના ધાબાની પાળીની ઉંચાઈ પૂરતી છે કે કેમ તેની ખાતરી કરો, માથા ઉપરથી પસાર થતા વીજળીના તારથી દૂર રહો, ધાબાની અગાશી કરતા ખુલ્લા મેદાનમાં પતંગ ચગાવવાનુ પસંદ કરો, પતંગ ચગાવતા બાળકોના વાલીઓ તેમની દેખરેખ રાખે તેવી ગાઈડ લાઈન જારી કરી છે.જેમાં સમજદારી, સદભાવ અને સાવચેતી રાખવા માટે સવારે 6 થી 8 અને સાંજે 5 થી 7 ગાળામાં પક્ષીઓ ગગનમાં વધુ પ્રમાણમાં વિહરતા હોવાથી આ સમયે પતંગ ચગાવવાનું ટાળી પક્ષીઓનુ જીવન બચાવીએ. જયારે પતંગ બાજોએ આટલુ ના કરવું જોઈએ જેમાં સીન્થેટીક વસ્તુઓ અને પ્લાસ્ટીકના ઉપયોગથી બનાવેલી તીક્ષ્ણ દોરી કે ચાઈનીઝ દોરી તરીકે ઓળખાય છે તેનો ઉપયોગ પતંગ ચગાવવામાં ન કરો. આ દોરીથી પક્ષીઓ ઘાયલ થાય છે. તેમજ વીજળીના તારમાં ફસાયેલા અને સબસ્ટેશનમાં પડેલ પતંગને પાછો મેળવવાની લાલચમાં ન પડશો, લુઝ કપડા ન પહેરવા,માથે ટોપી પહેરવી, મકાનોના ગીચ વિસ્તારમાં પતંગ ચગાવવી નહિ, ઢાળવાળી મકાનની છત હોય તેવા મકાન ઉપરથી પતંગ ન ચગાવવો, પતંગ કપાઈ જાય તો આવા મકાન ઉપરથી છત ઉપરથી પતંગ લેવા દોડવુ નહિ, થાંભલામાં કે મકાનમાં ફ્સાયેલા પતંગને પાછો મેળવવા પથ્થર ન ફેંક્વો અને જયારે કોઈ પણ આપત્તિ- દુર્ઘટના સમયે ઇમરજન્સી નં. 108નો સંપર્ક કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.
ઘાયલ પક્ષીઓ માટે હેલ્પલાઇન
ઘાયલ પક્ષી જોવા મળે તો નજીતકના પક્ષી બચાવો કેન્દ્રનો સંપર્ક કરીએ અથવા રાજય હેલ્પલાઇન નં.8320002000 પશુપાલન વિભાગના ટોલ ફ્રી નં.1962 અથવા વન વિભાગના 1926 નંબર ઉપર જાણ કરીએ.