ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ ખાતે એસ ટી ડેપોના મુખ્ય ગેટ પાસે શુભ યાત્રા સ્વચ્છ યાત્રાના મોટા મોટા બેનરો મારી લોકોને સ્વચ્છતા રાખવા અંવગત કરાતા હોય ત્યારે બીજી બાજુ ખુદ એસ ટી ડેપોના મેન ગેટ પાસે જ ગટરોના ગંદકી વાળા પાણીથી ભરેલા હોય જેના હિસાબે મચ્છરનો ઉપદ્રવ વધી ગયો હોય અને મેલેરીયા ફેલાવવાની દહસત હોય ત્યારે સામાજિક કાર્યકર અનિષ રાચ્છે જુનાગઢ ડિવિઝન ડેપો મેનેજરને મૌખિક રજૂઆત કરી અને તાત્કાલિક ધોરણે ગંદકી ભર્યા પાણીને દૂર કરી સફાઈ કરાવા અને સાચા અર્થમાં શુભ યાત્રા સ્વચ્છ યાત્રાના અભિયાનને સાર્થક કરવા રજૂઆત કરેલ હતી.
વેરાવળ એસટી ડેપોએ ‘શુભયાત્રા સ્વચ્છયાત્રા’ના લીરા ઉડાડ્યા
Follow US
Find US on Social Medias