કોરોના મહામારીને કારણે અનેક ફિલ્મો અને ટીવી સિરીયલ્સ તથા આલ્બમ ગીતોના શૂટિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જે હવે સરકારી દિશા-નિર્દેશો સાથે હટાવી દેવામાં આવ્યો છે ત્યારે બાદ અનેક નવી ગુજરાતી હિન્દી ફિલ્મો અને વેબ સિરીઝ તેમજ સિરીયલ્સના શૂટ શરૂ કરી દેવામાં આવ્યું છે.
- Advertisement -
જેમ જેમ સરકારી ગાઇડલાઇન્સ પ્રમાણે અનલૉકની પ્રક્રિયા શરૂ થઈ છે તેમ તેમ નવી નવી ફિલ્મો અને વેબસિરીઝની જાહેરાત થતી પણ જોવા મળે છે. ત્યારે તાજેતર મા રિલીઝ થયેલ ગુજરાતી ગીત “યાદ તારી” જેના નિર્માતા પ્રિયાંક ડાયાણી અને નવરંગ ચાવડા છે તથા સહ નિર્માતા મિલન રાવલ અને રવિ ગાગાણી છે. આ ગીત મા સ્વર તેમજ સંગીત રોકી દવે નુ છે. જેમાં પ્રથમ વાર જોડી જમાવતા કલાકાર નવરંગ ચાવડા અને ખુશાલી ચાવડા આપને નજરે પડશે. ગુજરાતી ગીત ‘યાદ તારી’નું તાજેરતમાં અમદાવાદ માં થયું છે.
ALL 4 YOU પ્રૉડક્શન ના બેનર હેઠળ બનેલ આ ગીત “યાદ તારી”ના ડીઓપી અને દિગ્દર્શક છે જીગ્નેશ રાવલ જેમણે એમના અનુભવ ના આધારે અદ્ભૂત રીતે ગીત ના બન્ને કલાકાર પાસે થી કામ લીધું છે.ગીત નું એડીટીંગ તેમજ પોસ્ટર ડીઝાઇન અક્ષય મારૂ એ કર્યુ છે. PR & Marketing ની કામગીરી ચિંતન મહેતા સંભાળી રહ્યા છે.