રાજકોટ મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા હેઠળ વોંકળા વિભાગ દ્વ્રારા સ્વછતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત આજ રોજ તા.29/12/2023 મધ્યઝોનના વોર્ડનં. 03માં પોપટપરા 14. બોકસગટર મેન્યુઅલી સફાઈ તથા પોપટપરા નાલા પાસે તથા તિલક પ્લોટમાં જે.સી.બી. દ્વારા વોકળા સફાઈ તથા પુર્વઝોનના વોર્ડનં. 16 જંગલેશ્વર વિસ્તારના વોકળા સફાઈ કામગીરી કરવામાં આવેલ હતી. એમ કુલ 03 ડમ્પર ફેરા અને 04 ટ્રેકટર ફેરાથી અંદાજીત 34 ટન ગાર, કચરો વોંકળામાંથી નિકાલ કરવામાં આવેલ છે. ઉપરોક્ત વિગતે મ્યુનિ. કમિશનરશ્રી તથા નાયબ કમિશનરશ્રીની સુચના અનુસાર રાજકોટ શહેરમાં આવેલ તમામ હયાત વોકળાઓની સફાઈ કામગીરી ચાલુ કરવામાં આવેલ છે. જે અંતર્ગત પર્યાવરણ ઇજનેર અને લગત ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરશ્રી માર્ગદર્શન હેઠળ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવેલ હતી.
વોર્ડ નં.3, અને 16માં આવેલા વોંકળાની સફાઈ કરી 34 ટન કચરાનો નિકાલ

You Might Also Like
Follow US
Find US on Social Medias