ટોટલ 273 કેસ કરી રૂા.1,31,900નો દંડ લેવાયો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા બ્લેક ફિલ્મવાળા વાહનોની ડ્રાઈવ યોજાઈ હતી. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની સૂચનાથી ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ અને એસીપી જે. બી. ગઢવીની રાહબરી હેઠળ આજરોજ સેકટર 1 અને 2માં જૂના કુવાડવા પો. સ્ટે. સામે તથા કેકેવી સર્કલ પાસે નંબર પ્લેટ વગર અને બ્લેક ફિલ્મવાળા વાહનોને ચેક કરવાની ખાસ ડ્રાઈવ રાખવામાં આવી હતી. જેમાં સેકટર 1 પીએસઆઈ પરમાર અને લોખીલ દ્વારા 131 કેસ 58100નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. વધુમાં સેકટર 3ના પીઆઈ એન. જી. વાઘેલા અને સેકટર 4 વી.આર. રાઠોડ દ્વારા કેકેવી સર્કલ પર 142 કેસો કરી 73800 દંડ કરી 1 વાહન ડિટેઈન કરવામાં આવ્યું હતું. આમ આજરોજ ટ્રાફિક પોલીસ દ્વારા કુલ 273 કેસ કરી રૂા. 1,31,900નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.