વડાપ્રધાન મોદી બે દિવસથી કાશીના પ્રવાસે છે. જ્યાં તેમણે કુલ 150 કરોડની પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું. જેમાં સવારે વડાપ્રધાન મોદીએ સ્વર્વેદ મહામંદિર પહોંચ્યા હતા. જ્યાં તેમણે યજ્ઞના પૂર્ણાહૂતીમાં સામેલ થયા અને એક સાર્વજનિક સમારોહનું ઉદ્ધાટન કર્યું. શું તમે જાણો છો આ સ્વર્વેદ મહામંદિર શેના માટે જાણીતું છે? તો આવો જાણીએ તેની વિશેષતાઓ વિશે…
વારાણસીના ઉમરાહમાં આવેલા સ્વર્વેદ મહામંદિર દુનિયાનું સૌથી અનોખું મંદિર છે. સ્વર્વેદ મહામંદિર વિશ્વના અદ્વિતીય આધ્યત્મિક કેન્દ્રમાનું એક છે. 182 ફૂટની ઉંચાઇ અને 80,000 વર્ગફીટ ક્ષેત્રમાં નિર્માણ પામેલ મંદિરમાં એક સાથે 20 સાધક યોગ અને સાધના કરી શકશે. મહામંદિરની દિવાલો પર સ્વર્વેદના દોહા, વંદોના મંત્ર અને સંતોની વાણીને સફેદ આરસના પથ્થર કોતરવામાં આવ્યા છે.
- Advertisement -
સાત માળવાળા મહામંદિરના દરેક માળ પર સદગુરૂદેવની સંગેમરમરની સુંદર મૂર્તિ સજ્જ કરવામાં આવી છે. સ્વર્વેદ મહામંદિર ધામના દરવાજે વિશ્વના બધા વર્ગ-સંપ્રદાય માટે ખુલ્લા છે. મહામંદિરની અંદર 404 થાંભલા અને 6 મંચો પર જીવંત નક્શી કામ કરવામાં આવેલું છે. અંદરની દિવાલે પર નક્શીકામ કરેલું છે. છત પર નક્શીદાર લાકડી તેમજ કાંચની કલાકૃતિઓ પણ છે. મહામંદિર દોઢ લાખ વર્ગફીટ ફર્શ પણ શ્વેત આરસથી સુસજ્જિત છે.
PM @narendramodi visits Swarved Mandir in Umaraha, #Varanasi. @PMOIndia @MIB_India @PIB_India pic.twitter.com/6CtFOHkWg5
— All India Radio News (@airnewsalerts) December 18, 2023
- Advertisement -
7 માળના અને 180 ફીટ ઉંચા સ્વર્વેદ મહામંદિર ની સંગેમરમરની દિવાલો પર સ્વર્વેદના 4,000 દોહા લખેલા છે. 19 વર્ષ સુધી સતત 600 કારીગરો, 200 મજૂરો, અને 15 એન્જનીયરની મહેનત આજે મહામંદિરને પૂર્ણ સ્વરૂપમાં સાકાર કરવામાં લાગી હતી. જો કે, મંદિરનું પ્રથમ તળિયું જ સામાન્ય લોકો માટે ખુલ્લું છે. હજુ આને પૂર્ણ થવામાં બે વર્ષનો સમય લાગ્યો હતો. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સામાન્ય જનતાને સમર્પિત કરી દીધા છે. સ્વર્વેદ મહામંદિર દેશ જમહીં દુનિયાનું સૌથી અનોખું મંદિર છે. જ્યાં દેવી અમે દેવતાની પ્રતિમા નથી. મંદિરમાં પૂજાની જગ્યાઓ બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ માટે લોકો યોગ સાધના કરવામાં આવે છે.
સંત પ્રવર વિજ્ઞાન દેવ મહારાજના જણાવ્યા અનુસાર, શહેરથી 15 કિલોમીર દૂર આવેલા સ્વર્વ્દ મહામંદિરનું નિર્માણ ડિસેમ્બર 2004માં થયું હતું.
ગ્રાઉન્ડ ફ્લોર પર સદગુરૂ સદાફલ મહારાજના આધ્યાત્મિક જીવન પર આધારિત પ્રદર્શન તેમજ ગુફા. સ્ત્સંગ હોલ બનાવવામાં આ્યો છે. પ્રથમ માળ પર સ્વર્વેદ પ્રથમ મંડળના દોહા તેમજ બહારની દિવાલ પર 28 પ્રસંગ જે વેદ, ઉપનિષદ, ગીતા, મહાભારત, રામાયણની થીમને લઇને બનાવવામાં આવ્યા છે.
પ્રથમ ફ્લોરથી પાંચમાં સુધી આતંરિક દિવાલો પર સ્વર્વેદના દોહા તેમજ બહારની દિવાલો પર ઉપનિષદ, ગીતા, રામાયણના પ્રેરક પ્રસંગ દર્શાવવામાં આવ્યા છે. 7માં માળ પર આધુનિક ટેકનીકથી સજજ બે અત્યાધુનિક ઓડિટોરિયમ છે. જેમાં સાધકો વિહમંગ યોગના સૈદ્ધાંતિક તેમજ ક્રિયાત્મક બોધના જ્ઞાન પ્રાપ્ત કરશે. મંદિરના ચારો તરફ પરિક્રમા પરિપથ છે અને ફુવારા લગાવ્યા છે. બાહરની બાજુ વન્ય જીવો, હાથી, હરણની પ્રતિકૃતિઓ ગુલાબી સેન્ડ સ્ટોનથી બનાવવામાં આવ્યા છે.
વિશાળ સાધના કેન્દ્ર સ્વર્વેદ મહામંદિર શિલ્પ અને અત્યાધુનિક ટેકનિકના અદ્ભૂત સમન્વયનું પ્રતીક છે. 64,000 વર્ગ ફીટમાં બનેલા 7 માળના મહામંદિર નિર્માણ લગભગ 19 વર્ષ પહેલા શરૂ થયું હતું. મુખ્ય ગુંબજ 125 પાંખડીઓના વિશાળકાય કમલના ફુલની જેમ છે. સ્વર્વેદ મહામંદિર ધામમાં મે 2017માં 21,000 કુંડના સ્વર્વેદ ઉત્તરાર્ધ જ્ઞાન મહાયજ્ઞ થયો હતો. તે સમયે આ ઇતિહાસનો સૌથી વિશાળકાય યજ્ઞની સંજ્ઞા પણ આપી હતી.
#WATCH | PM Modi inaugurates the newly built Swarved Mahamandir in Umaraha, Varanasi
Uttar Pradesh CM Yogi Adityanath also present pic.twitter.com/ISNPEBJAt1
— ANI (@ANI) December 18, 2023
આ મંદિરની વિશેષતા
– સાત માળનું મંદિર આ મંદિર 64 હજાર ચોરસ ફૂટમાં વિસ્તરેલું છે
– ત્રણ લાખ ચોરસ ફૂટમાં ગુલાબી રેતીનો પથ્થર અને ત્રણ લાખ ચોરસ ફૂટમાં સફેદ મકરાણા માર્બલનો ઉપયોગ થયો છે
– મંદિરનો કુલ વિસ્તાર 2.5 લાખ ચોરસ ફૂટ છે, જેમાંથી 80 હજાર ચોરસ ફૂટમાં
મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે
– 20 હજાર ભક્તો એકસાથે સાધના કરી શકશે
– દિવાલ પર સ્વર્વેદના ચાર હજાર દુહા અંકિત કરવામાં આવ્યા છે
– સાત માળના મંદિરની ઊંચાઈ 180 ફૂટ છે
– 135 ફૂટ ઉંચી સદગુરુદેવની રેતીના પથ્થરની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે
– સદાફળ દેવે પ્રથમ વારસદાર બનાવ્યા હતા, આ પરંપરા ચાલતી આવે છે
– મંદિરની ટોચ પર GRC ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં 125 પાંખડીઓવાળા નવ કમળના આકારના ગુંબજ છે, જે ગુજરાતમાંથી મંગાવવામાં આવ્યા છે
– રાજસ્થાનના બંસીપહારપુરથી લાવવામાં આવેલા ત્રણ લાખ ઘનફૂટ સુંદર ગુલાબી સેંડસ્ટોનમાંથી કોતરવામાં આવેલી કલાકૃતિઓ દ્વારા પણ આધ્યાત્મિક સંદેશો આપવામાં આવ્યા છે
– બહારની બારીઓ પર 132 ઋષિ-મુનિઓની મૂર્તિઓ પણ સ્થાપિત છે
– મહામંદિરના પ્રાંગણમાં સુંદર બગીચો પણ વિકસાવવામાં આવી રહ્યો છે
– કેમ્પસમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ અને ટપક સિંચાઈ વગેરે જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે