આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઊંઝાથી ત્રિગુણી રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો
39,045 બાળવાટિકાના 6,10,279 બાળકોનું ડીપીટી બૂસ્ટરનાં બીજા ડોઝથી રક્ષણ કરવામાં આવશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાત રાજયના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતેથી ઝમ અને ઉઙઝ (ત્રિગુણી) રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા માતાઓને ધનૂર અને ડિપ્થેરિયા તેમજ બાળકોને થતા 11 ઘાતક રોગો જેવા કે ઝેરી કમળો, બાળ ગંભીર ટી.બી., પોલીયો, ડીપ્થેરીયા, ઊટાટીયું, ધનુર, હીબબેક્ટેરિયાથી થતા રોગો (ન્યુમોનિયા અને મગજનો તાવ), ન્યૂમોકોકલથી થતા ન્યુમોનિયા, રોટાવાયરસથી થતા ઝાડા, ઓરી, રૂબેલા જેવા રોગો સામે રસીકરણ કરવાથી બચાવી શકાય છે.
ભારત સરકાર દ્વારા વર્ષ 2019થી સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત 10 વર્ષ અને 16 વર્ષનાં કિશોરો અને કિશોરીઓમાં ધનૂર અને ડિપ્થેરિયા ની ટી.ડી(ઝમ) રસીની શરૂઆત કરવામાં આવી છે. રાજયમાં ગત વર્ષે નિયત વયજૂથના તરૂણોનું શાળાઓમાં જતા અને શાળાઓમાં ન જતા મળીને કુલ 23,05,190નુ રસીકરણ અભિયાન કરવામાં આવ્યુ હતુ. ટીડી રસીકરણ અભિયાનની સફળતાને ધ્યાને લઈ દર વર્ષે શાળાઓમાં જૂન અને જૂલાઈ મહિનામાં ટીડી અભિયાન કરવાનું નિયત કરવામાં આવ્યુ છે. વધુમાં રાષ્ટ્રીય રસીકરણ સમય પત્રક મુજબ 5 વર્ષ પૂર્ણ થયેલ બાળકોનું ઉઙઝ (ત્રિગુણી) બૂસ્ટર રસીના બીજા ડોઝથી રક્ષણ કરવાનું હોય છે તે ગત વર્ષથી રાજયની બાલવાટીકાઓમાં શરૂ કરવામાં આવ્યુ છે. આ રસીકરણના રાજ્યવ્યાપી અભિયાનમાં જુન-જૂલાઈ મહિના દરમિયાન રાજ્યની તમામ સરકારી/પ્રાઈવેટ શાળામાં ધોરણ 5 અને ધોરણ 10ના તમામ બાળકોને ટી.ડી. (ધનૂર અને ડિપ્થેરિયા)ની રસી આપવામાં આવશે અને બાળવાટિકાઓમાં 5 વર્ષ પૂર્ણ થયેલ તમામ બાળકોનું ડીપીટી બૂસ્ટરનાં બીજા ડોઝથી રસીકરણથી ત્રણ રોગો સામે રક્ષણ પુરુ પાડવામાં આવશે. રાજ્યમાં છેલ્લા 3 વર્ષના ટી.ડી(ઝમ) અભિયાન થકી ડિપ્થેરિયા અને ટીટેનસનાં કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. બાળવાટીકાના અભિયાન થકી ઉંટાટીયુના કેસોમાં પણ ખુબ જ નોંધપાત્ર ઘટાડો થયેલ છે.
આ અભિયાનમાં રાજ્યની 992 છઇજઊં ટીમો દ્વારા 47,439 શાળાના અંદાજીત 18,20,104 લાખ બાળકોનું રસીકરણ શાળામાં 10,764 આરોગ્ય ટીમો દ્વારા ટીડી સેશન યોજી રસીકરણ કરવામા આવશે.
આ ઉપરાંત અંદાજીત 3,90,45 બાળવાટિકાઓના 6,10,279 બાળકોનું ડીપીટી બૂસ્ટરનાં બીજા ડોઝ થકી રક્ષણ કરવામાં આવશે. આ અભિયાનમાં છૂટી ગયેલા બાળકોને દરેક મમતા સેશનમાં પણ આવરી લેવામાં આવશે.
આ ઝુંબેશને સફળ બનાવવા માટે ખાસ કરીને સરકારના શિક્ષણ વિભાગનું મહત્વનું યોગદાન છે. અત્રે ઉલ્લેખનીય છે કે ટીડી અને ડીપીટીની રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે અને સાર્વત્રિક રસીકરણ કાર્યક્ર્મ અંતર્ગત 1985થી આપવામાં આવે છે. ગત ત્રણ વર્ષનાં ટીડી કેમ્પેઈન દરમિયાન શાળાઓમાં કોઈ આડ અસર નોંધાઇ નથી. તેમ છતાં, પણ કોઈ આડઅસર જણાય તો તેની સારવાર માટે દરેક રસીકરણ સેન્ટર તેમજ સરકારી દવાખાના પર એઇ.એફ.આઈ.કીટ ઉપલબ્ધ છે અને શાળાઓમાં પણ રસીકરણ વખતે આ કીટ ઉપલબ્ધ રાખવામાં આવશે. જેથી ત્વરિત સારવાર આપી શકાય.


