આકરી ગરમીને કારણે દેશમાં લોકો પરેશાન થઈ ગયા છે અને ઓડિશામાં આ ગરમી લોકો માટે જીવલેણ બની રહી છે. ઓડિશામાં 72 કલાકમાં અત્યાર સુધીમાં સ્ટ્રોકના કારણે 99 લોકોના મોત થયા છે.
આ દિવસોમાં દેશના અનેક ભાગોમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને આ અતિશય ગરમીના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. તાપમાન સતત રેકોર્ડ તોડી રહ્યું છે, હીટસ્ટ્રોક અને હીટવેવના કારણે લોકોને હોસ્પિટલમાં દાખલ થવું પડી રહ્યું છે. ઓડિશામાં પણ આવી જ સ્થિતિ છે.
- Advertisement -
હાલમાં ઓડિશાના લોકોને આ કાળઝાળ ગરમીમાંથી કોઈ રાહત મળે તેમ લાગતું નથી અને આ આકરી ગરમી વધુને વધુ જીવલેણ બની રહી છે. એવામાં ઓડિશામાં છેલ્લા 72 કલાકમાં સન સ્ટ્રોકથી 99 લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ બાદ ગરમીને કારણે દેશભરમાં મૃત્યુઆંક 200થી વધુ થઈ ગયો છે.
26 લોકોના મોત હિટવેવના કારણે
ઓડિશાના સ્પેશિયલ રિલીફ કમિશ્નરે જણાવ્યું છે કે આ કાળઝાળ ગરમી દરમિયાન સ્ટ્રોકના કારણે થયેલા મૃત્યુના કુલ 141 કેસ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા નોંધવામાં આવ્યા છે, જેમાંથી 26 લોકોના મોત હિટવેવના કારણે થયાની પુષ્ટિ કરવામાં આવી છે.
- Advertisement -
ભારતીય હવામાન વિભાગએ રવિવારે જણાવ્યું હતું કે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, જમ્મુ ડિવિઝન, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ અને ઓડિશામાં સોમવારે હીટવેવ ચાલુ રહી શકે છે. છેલ્લા 24 કલાક દરમિયાન આ રાજ્યોની સાથે ઝારખંડમાં પણ તીવ્ર ગરમીનો અનુભવ થયો હતો. આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર ભારતમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે.