ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.2
ક્રાઈમ બ્રાન્ચે કોઠારીયા મેઈન રોડ, આનંદનગર કોલોની ક્વાર્ટરની બાજુમા ઓરડીમાંથી દારૂની 96 બોટલ કબ્જે કરી આરોપી સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગત મુજબ વનરાજ દિપકભાઇ ઉર્ફે દલાભાઈ ડાવેરા નામનો ઈસમ કોઠારીયા મેઈન રોડ, આનંદનગર કોલોની ક્વાર્ટર બ્લોક નં. એચ-8 ની દિવાલની બાજુમાં આવેલ ભાડાની ઓરડીમાં દારૂનો જથ્થો રાખેલો છે.
- Advertisement -
જે બાતમીના આધારે દરોડો પાડી તે સ્થળેથી ઓરડીમાંથી દારૂની 96 બોટલ કબ્જે કરી રૂ.33,600 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે વનરાજ દિપકભાઇ ઉર્ફે દલાભાઈ ડાવેરા સામે ગુનો દાખલ કરી શોધખોળ હાથ ધરી છે.