ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા અને સોલીડ વેસ્ટ દ્વારા ફૂટપાથ પર રહેલા દબાણ દુર કરવાની ઝુંબેશ ચાલી રહી છે જે અંતર્ગત રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા ટી સ્ટોલ અને ટેબલ તથા અન્ય ચીજવસ્તુઓ જપ્તી કરવાની કામગીરી કરવામાં આવી હતી.
જાહેર માર્ગ પર નડતર રૂપ ટી સ્ટોલ અને અન્ય પરચુરણ ચીજવસ્તુ 94 (સાગર ફાસ્ટ ફુડ, રામેશ્વર પ્લાસ્ટીક, ગુરદેવ સેલ્સ, નસિબ રસ, જલારામ ફાસ્ટ ફુડ, બાલાજી ફરસાણ, ઠક્કર ફરસાણ)તે રૈયા મેઈન રોડ, રૈયા ચોકડી, રૈયા સિમેન્ટ રોડ, યુનિ.રોડ, 150 ફુટ રિંગ રોડ શિતલ પાર્ક ચોક, નાના મૌવા રોડ, રૈયા એક્ષચેંજ રોડ, ઢેબર રોડ, 80 ફુટ રોડ, એ.યુ. બેંકની બાજુમાં, યાજ્ઞિક રોડ, જ્યુબેલી, પરથી જપ્ત કરવામાં આવ્યા હતો અને વહીવટી ચાર્જ 1000 તે 150ફુટ રિંગ રોડ શિતલ પાર્ક ચોક માથી વસુલ કરવામા અવ્યો હતો.