ટેટ-1ની પરીક્ષામાં ભવિષ્યના શિક્ષકોની બરાબર કસોટી લેવાઈ
રાજકોટના 79 કેન્દ્રમાં 12812 ઉમેદવારોએ પરીક્ષા આપી: પેપર લાંબુ નીકળતા પરીક્ષાર્થીઓને સમય ઘટ્યો
- Advertisement -
રવિવારે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા ખાતે પરીક્ષા લેવાઈ હતી: 15મી સુધીમાં પરિણામ જાહેર થશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શિક્ષક બનવા માટેની યોગ્યત કસોટી એટલે કે, ટેટ-1ની પરીક્ષા રવિવારે રાજ્યના ચાર સેન્ટરો પર લેવામાં આવી હતી. આ પરીક્ષામાં નોંધાયેલા 1.01 ઉમેદવાર પૈકી 91,627 ઉપસ્થિત રહ્યાં હતા. પરીક્ષામાં ફોર્મ ભર્યું હોવા છતાં 9891 જેટલા ઉમેદવાર ગેરહાજર રહ્યા હતા. જો કે, પરીક્ષા બોર્ડે ભવિષ્યમાં થનારા શિક્ષકોની બરાબર કસોટી લેવામાં આવી હતી. વિદ્યાર્થીઓ મૂંઝાઈ જાય તેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. છેલ્લે વર્ષ-2023માં લેવાયેલી પરીક્ષાની સરખામણીએ આ વખતે 18348 જેટલા વધુ ઉમેદવારે પરીક્ષા આપી હતી. આ પરીક્ષાનું પરિણામ આગામી 15 જાન્યુઆરી સુધીમાં આવશે એવુ જાણવા મળ્યું છે. જોકે હવે પછી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ 9-10 અને ધોરણ 11-12 માટેની ટાટ પરીક્ષા લેવાનું આયોજન કરી શકે છે.
શિક્ષક યોગ્યતા કસોટી (ટેટ-1) માટે ગત તા.14 ઓક્ટોબરના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું. આ પરીક્ષા માટે તા.29 ઓક્ટોબરથી ફોર્મ ભરવાના શરૂ થયાં હતાં, જેની મુદત તા.12 નવેમ્બર સુધી આપવામાં આવી હતી.આ દરમિયાન પીટીસીના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ લાયક ગણવા અંગેનો નિર્ણય કરાયો હતો. આથી નવા અભ્યાસ કરતાં 5015 જેટલા ઉમેદવાર નોંધાયા હતા. અમદાવાદ શહેરના 113 કેન્દ્રના 1320 બ્લોકમાં 23,233 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આવી જ રીતે અમદાવાદ ગ્રામ્યના 58 કેન્દ્રના 595 બ્લોકમાં 10547 ઉમેદવાર, સુરતના 94 કેન્દ્રના 931 બ્લોકમાં 16780 ઉમેદવાર, રાજકોટના 79 કેન્દ્રના 710 બ્લોકમાં 12812 ઉમેદવાર અને વડોદરાના 147 કેન્દ્રના 1525 બ્લોકમાં 28255 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આમ કુલ 91,627 ઉમેદવારોએ ચાલુ વર્ષે ટેટ-1 આપી છે, જે સંખ્યા ગત વર્ષે 73,279 હતી.
- Advertisement -
‘અહં બ્રહ્માસ્મિ’ શું સૂચવે છે..? આ પ્રશ્ર્ને વિદ્યાર્થીઓને મૂંઝવ્યા
ટેટ-1ની પરીક્ષામાં ‘અહં બ્રહ્માસ્મિ’ શું સૂચવે છે..? તેવું પૂછાતા વિદ્યાર્થીઓ મૂંઝાયા હતા. જ્યારે તેના જવાબમાં ઇ ઓપ્શનમાં મનુષ્યની શ્રેષ્ઠતા અને ઈ ઓપ્શનમાં મનુષ્યનું ગૌરવ એવા જવાબ આપ્યા હતા. આના જવાબમાં ઘણા વિદ્યાર્થીઓએ એવું કહ્યું કે, આમાં શ્રેષ્ઠતા દર્શાવવામાં આવી છે તેથી ઇ આવશે જ્યારે કેટલાક વિદ્યાર્થીનું કહેવું છે કે, આ મનુષ્યનું ગૌરવ છે તેથી ઈ જવાબ આવે. જો કે, પરીક્ષાની ફાઈનલ આન્સર કી આવે ત્યારે ખબર પડશે.
પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ર્નો
ઉઈંઊંજઇંઅ પોર્ટલ શું છે?
ઓફલાઈન શિક્ષણ કરતા ઓનલાઈન શિક્ષણનો સૌથી મોટો ફાયદો કયો છે?
શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે શું?
શિક્ષકે બાળકોના ચિંતનશક્તિના વિકાસ અર્થે શું કરાવવું જોઈએ.
વિદ્યાર્થીના વાંચનનું મૂલ્યાંકન કરતી વખતે શું ધ્યાનમાં રાખશો.
સમાવેશી શિક્ષણનું મૂલ્યાંકન કેવી રીતે કરવું જોઈએ.
બાળકની જિજ્ઞાસાવૃત્તિ અને ગહનશક્તિ ક્યાં સમયગાળામાં ખૂબ તીવ્ર હોય છે.
બાળકોમાં ક્રોધ, ભય, ઈર્ષાનું નિયંત્રણ થવું જરૂરી છે, તેના માટે શેના ઉપર વધુ ધ્યાન આપવું જોઈએ.
રાષ્ટ્રીય શિક્ષણનીતિ-2020 અંતર્ગત ક્યાં વયજૂથને આવરી લેવામાં આવ્યા છે.



