સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે પોલીસનો કડક એક્શન પ્લાન
રાજ્યના પોલીસ વડા રાવની તાકીદ હિસ્ટરીશીટરો સામે કડક કાર્યવાહી, ઙઅજઅ હેઠળ વધુ કેસો : ઈંઇ મોનિટરિંગ મજબૂત
- Advertisement -
વૉન્ટેડ આરોપીઓ પર શિકંજો, સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ બંદોબસ્ત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા રાજ્ય પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે એલર્ટ મોડ પર આવી ગયું છે. રાજ્યના પોલીસ વડા ડો. કે. એલ.એન. રાવ દ્વારા ટોચના અધિકારીઓ સાથે યોજાયેલી તાકીદની વિડિઓ કોન્ફરન્સમાં કડક પગલાં લેવા સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા છે. ખાસ કરીને લાંબા સમયથી ફરાર વોન્ટેડ આરોપીઓ અને હિસ્ટ્રીશીટરો સામે સખ્ત કાર્યવાહી કરવા તેમજ પ્રજાને ત્રાસ આપતા તત્વો સામે ઙઅજઅ હેઠળ વધુને વધુ કેસ નોંધવા ભાર મૂકાયો છે.
ચૂંટણી પ્રક્રિયા મુજબ 11 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે, જ્યારે 15 એપ્રિલે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ રહેશે. 26 એપ્રિલે મતદાન અને 28 એપ્રિલે મતગણતરી બાદ 30 એપ્રિલ સુધી સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થશે. આ સાથે 23 એપ્રિલે ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી પણ યોજાનાર છે, જેને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે. વિડિઓ કોન્ફરન્સ દરમિયાન ડો. રાવે રાજ્યના વિવિધ શહેરોના ઐતિહાસિક અને ભૌગોલિક પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખીને વ્યૂહરચના ઘડી હતી. દાહોદથી લઈને પોરબંદર, અમદાવાદ, સુરત અને રાજકોટ સુધીના તેમના અનુભવોના આધારે સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરી ખાસ બંદોબસ્ત ગોઠવવાનો નિર્ણય લેવાયો છે. ઉચ્ચ અધિકારીઓને સંવેદનશીલ જિલ્લાઓમાં સઘન કોમ્બિંગ કામગીરી હાથ ધરવા તથા ગેરકાયદેસર હથિયારો અને પ્રોહિબિશન પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવા સૂચના આપવામાં આવી છે. સાથે જ નોન-બેલેબલ વોરંટ તાત્કાલિક બજાવવા અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવશે. સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે રાજ્યભરમાં લગભગ 9000 જેટલા તાલીમબદ્ધ ઈંછઉ રિક્રુટ્સને તૈનાત કરવામાં આવશે. ઉપરાંત, પોલીસ અધિકારીઓની તાજેતરની બદલીને અનુસરીને તેમને 24 કલાકમાં નવી જગ્યાએ રિપોર્ટ કરવા તથા મતદાન કેન્દ્રો અને સંવેદનશીલ વિસ્તારોનું નિરીક્ષણ કરવા આદેશ અપાયા છે.
2021ની ચૂંટણી દરમિયાન નોંધાયેલા ગુનાઓના વિશ્લેષણના આધારે આ વખતે વધારાના પગલાં લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને દાહોદ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનું પોલીસ બળ તૈનાત કરવામાં આવશે અને આંતરરાજ્ય સરહદો પર સઘન ચેકિંગ હાથ ધરાશે. રાજ્ય પોલીસ વડાએ જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને કલેક્ટરો સાથે સંકલન જાળવવા, વીઆઈપી સુરક્ષા સુનિશ્ચિત કરવા અને કોમ્યુનિકેશન સિસ્ટમને વધુ મજબૂત બનાવવા સૂચના આપી છે. 15 એપ્રિલ બાદ ઉમેદવારોની અંતિમ યાદી જાહેર થતા જ ફૂટ પેટ્રોલિંગ અને મોબાઇલ પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવશે. ગાંધીનગર સ્થિત ઈંઇની ટીમો દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે જેથી કોઈપણ અનિચ્છનીય બનાવને સમયસર અટકાવી શકાય અને મતદારો નિર્ભયતાપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે. આ સમગ્ર અભિયાન માટે એડિશનલ ડીજી અમિત વિશ્વકર્માને નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જે સમગ્ર પ્રક્રિયાની દેખરેખ રાખશે.



