સૌરાષ્ટ્ર સિક્યુરિટી એન્ડ સર્વેલન્સ એસોસિએશનનું આયોજન
સિક્યુરિટી એન્ડ સર્વેલન્સની અનેકવિધ આધુનિક પ્રોડક્ટ રજૂ થશે
તારીખ 23 એપ્રિલને શનિવારનાં રોજ સવારે સાડા નવથી બપોરે અઢી વાગ્યા સુધી આયોજન
સૌરાષ્ટ્ર સિક્યુરિટી એન્ડ સર્વેલન્સ એસોસીએશન (SSSA)એ સિક્યુરિટી એન્ડ સર્વેલન્સ ક્ષેત્રનું ભારતનું સર્વપ્રથમ રજીસ્ટર્ડ એસોસીએશન છે, જે 2017થી સૌરાષ્ટ્રના સિક્યુરિટી સર્વેલન્સના વેપાર સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત વેપારીઓનું સંગઠન છે.
એસએસએસએ દ્વારા એલ.જી. એક્સ્પો-2022 યોજાઈ રહ્યો છે, આ એલ.જી. એક્સ્પો દરમિયાન ગુજરાતમાં સૌ પ્રથમ વખત એસએસએસએ અને મેયર ડો. પ્રદિપભાઈ ડવ અને સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઈ પટેલના શુભ હસ્તે 90 લાખની કિંમતનું એલ.જી.નું 136” એડવાન્સ એલ.જી. ટી.વી. લોન્ચ કરવામાં આવનાર છે.
- Advertisement -
આ એક્સ્પો અંતર્ગત એલ.જી. કંપનીની વિશાળ પ્રોડક્ટ રેન્જ જેમ કે ટીવી પ્રોજેક્ટર, વિડીઓ વોલ સોલ્યુસન્સ, એક્ટીવ એલઈડી વગેરેનું લાઈવ પ્રેઝન્ટેશન તેમજ પ્રોડક્ટસની વિશેષતાઓ સમજાવવામાં આવશે. આ એક્સ્પોથી વેપારીઓને નવી પ્રોડક્ટ વિશે ટેકનીકલ જાણકારી મળશે તો તેઓ વધારે સારી રીતે ગ્રાહકોને સંતોષ આપી શકશે. આ એક્સ્પો તારીખ 23 એપ્રિલે સવારે સાડા નવથી બપોરે અઢી વાગ્યા દરમિયાન યોજાશે. આ પ્રસંગે એસએસએસએના મેમ્બરના મિત્રોને જાણીતા મોટીવેશનલ સ્પીકર અને આંત્રપ્રિન્યોર મિસ. તન્વી ગાદોયા માર્ગદર્શન આપશે.
આ પ્રસંગને દિપાવવા એસએસએસએના કૃણાલભાઈ ગોધાસરા, જયદીપભાઈ પટેલ, પ્રશાંતભાઈ પરમાર, ધર્મેશભાઈ ગાઠાણી, હરિકૃષ્ણ દલ, મીલનભાઈ ખીરા, જામનગરથી અરવિંદભાઈ પટેલ તેમજ મોરબીથી નીલેશભાઈ ઘોડાસરા સહિતનાં ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.


