10 પશુ માલિકોએ રૂ.41 હજારનો દંડ ભરતા તેઓના પશુ છોડવામાં આવ્યા
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબીમાં મહાપાલિકાની ટીમ દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં વિવિધ વિસ્તારોમાંથી 90 જેટલા પશુઓ પકડવામાં આવ્યા છે. જેમાંથી 10 પશુ માલિકોએ રૂ.41 હજારનો દંડ ભરતા તેઓના પશુ છોડવામાં આવ્યા છે. મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા ગત તા.6 થી તા.12 દરમિયાન દિવસે અને રાત્રે માધાપર, આસ્વાદ પાન, નટરાજ ફાટક સામા કાંઠે, વર્ધમાન નગર, રામકૃષ્ણ સોસાયટી, વેજીટેબલ રોડ, શુભ ટાવર પાસે, સરદરબાગની સામે, રવાપર રોડ, ચકીયા હનુમાન, ગુજરાત હાઉસીંગ બોર્ડ, સર્કિટ હાઉસ, ગેંડા સર્કલ, વસંત પ્લોટ, કાયાજી પ્લોટ, રામચોક, જુના બસ સ્ટેન્ડ, શનાળા મેઈન રોડ, નવા બસ સ્ટેન્ડ અંદર, લાતી પ્લોટ શેરી નં.1, અયોધ્યાપુરી મેઈન રોડ, ગાંધી ચોક, સરદારબાગ, સોમનાથ સોસાયટી, શુભ ટાવર, પંચાસર રોડ, બાપા સીતારામ ચોક, રવાપર ચોકડી, કેપીટલ માર્કેટ સામે જેવા વિવિધ વિસ્તારમાંથી કુલ 90 રખડતા ઢોર પકડી આજુબાજુની ગૌશાળામાં મુકવામાં આવ્યા છે તથા પકડેલ પશુ પૈકી 10 પશુ માલિક પાસેથી નિયત કરેલ વહીવટી ચાર્જ રકમ રૂ.41 હજાર વસુલ કરી પશુને છોડવામાં આવ્યા છે. તેમ ડેપ્યુટી કમિશનરની યાદીમાં જણાવાયુ છે.