દવાખાનાઓમાં કુલ 109 પ્રકારની દવાઓઃ સાત પ્રકારના ટેસ્ટની સુવિધા, 9 મેડિકલ ઓફિસર અને સ્ટાફ નર્સને નિમણુંક પત્ર એનાયત
- Advertisement -
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિતે ‘આયુષ્માન ભારત -પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ અંતર્ગત ગોંડલના ટાઉનહોલ ખાતે નગરપાલિકા વિસ્તારમાં નવ હેલ્થ અને વેલનેસ સેન્ટર તથા ત્રણ બાલ સેવા કેન્દ્ગનું લોકાર્પણ કૃષિ અને પશુપાલન મંત્રી તથા રાજકોટ જિલ્લાના પ્રભારી રાઘવજી પટેલના વરદ હસ્તે કરાયું હતું. આ તકે PMJAY કાર્ડ, ABHA કાર્ડ, બ્લડ ડોનેશન મેગા કેમ્પ પણ યોજાયો હતો.
પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલે ગોંડલના રાજવી પૂજ્ય ભગવતસિંહજીને યાદ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને 73માં જન્મ દિનની શુભકામના પાઠવી કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વમાં થયેલી મુન મિશન, G-20 સમિટ, કોરોના રસીકરણ સહિતની ઉત્તમ કામગીરીને કારણે આજે સમગ્ર દેશ ગૌરવ અનુભવે છે. લોકોને આરોગ્ય ક્ષેત્રે ઉત્તમ સુવિધાઓ મળે તથા ધાત્રી, સગર્ભા માતા, બાળકો માટે પૌષ્ટિક ખોરાક દવાઓ મળે તેની ચિંતા તત્કાલીન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ કરી હતી.
- Advertisement -
108ની સુવિધા, પ્રસુતાઓને લેવા-મુકવા માટેની ખીલખલાટ વાન વગેરે સુવિધાઓના લીધે માતાનો મૃત્યુદર અને બાળ મૃત્યુ દર ઘટ્યો. બાળકોની તંદુરસ્તી માટે વિવિધ રસીકરણ, આંગણવાડી શાળામાં આરોગ્ય તપાસણી, આયુષ્માન યોજના થકી રુ. 5 લાખનું કેન્દ્ર સરકાર અને રુ. 5 લાખની રાજ્યસરકારની સહાય, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આરોગ્યક્ષેત્રે નવાનવા પ્રકલ્પો શરૂ થયા છે, જેને લીધે રાજ્યભરની આરોગ્ય વિષયક સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો આવ્યો છે.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, તાલુકા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર, આરોગ્ય અધિકારી ડો.પી.કે.સિંગ, તાલુકા હેલ્થ ઓફિસરો, પદાધીકારીઓ, અગ્રણીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નિલેશ રાઠોડે આભારવિધિ કરી હતી.