ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢના 53 થી 84 વયના સ્પર્ધકોએ તેલંગાણાના હેદરાબાદ ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની માસ્ટર એથ્લેટિક્ ચેમ્પિયનશીપમાં જૂનાગઢના વડીલોએ દબદબો જોવા મળ્યો હતો. જેમાં 9 વડીલોએ વિવિધ સ્પર્ધામાં ભાગ લઇ કુલ 19 મેડલો સાથે સાત ગોલ્ડ મેડલ મેળવીને ગુજરાત તેમજ જૂનાગઢનું ગૌરવ વધાર્યુ હતુ.
આ એથ્લેટિક ચેમ્પિયનશીપમાં રેવતુભા જાડેજાએ ગોળાફેંકમાં બ્રોઝ, ભાનુમતીબેન પટેલે પાંચ હજાર તથા 1500 મીટર દોડમાં ગોલ્ડ તેમજ પાંચ કિલોમિટર ઝડપી ચાલમાં શિલ્વર જ્યારે હીરાલક્ષ્મીબેન વાસણે 400 અને 800 મીટર દોડ તથા ગોળાફેંકમાં શિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. જયારે વીદુલાબેન ભટ્ટે 1500 મીટરમાં ગોલ્ડ અને પાંચ હજાર મીટર દોડમાં શિલ્વર, હંસાબેન ખાનપરાએ પાંચ હજાર મીટર દોડમાં શિલ્વર થતા વિઘ્ન દોડમાં ગોલ્ડ મેડલ, હંસાબેન પટોળીયાએ હથોળા ફેંકમાં શિલ્વર, આશાબેન ગાંધીએ ઝડપી ચાલમાં ગોલ્ડ, જીજ્ઞાશાબેન વસાવડાએ વિધ્નદોમાં બ્રોઝ, ગિતાબેન મોઢવાડીયાએ ઉંચી કુદમાં ગોલ્ડ, કિરણબેન રાવલે 10 હજાર મીટર દોડમાં બ્રોઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. આમ 9 વડીલોએ 19 મેડલો પ્રાપ્ત કરી જૂનાગઢનું નામ રોશન કર્યુ હતુ.
હૈદરાબાદ ખાતે એથ્લેટીક ચેમ્પિયનશીપમાં જૂનાગઢના 9 વડીલોએ 19 મેડલ પ્રાપ્ત કર્યા
