ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
જૂનાગઢ શહેરના પ્રદીપ ટોકીઝ પાછળ આવેલ બોડીંગવાસ વિસ્તારમાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ઘોડી પાસાનો જુગાર રમી રહેલા નવ શખ્સોને એ. ડિવિઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ઝડપી લીધા છે. પોલીસે રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 80,650 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એ. ડિવિઝન પોલીસ સ્ટેશનનાપીઆઇ વી.જે. સાવજના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ વાય.એન. સોલાંકી તથા ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, પ્રદીપ ટોકીઝ પાછળ કાળવા વોંકળાના કાંઠે બોડીંગવાસમાં ઘોડી પાસાનો જુગાર રમતા મનસુખભાઈ વાલજીભાઈ બગથરીયા, કમલેશ ઉર્ફે મચ્છર સુરેશભાઈ સોલાંકી, મુનાભાઈ અબલભાઈ મકરાણી, કૈલાસ જેન્તીભાઈ પરમાર, ઇમરાનભાઈ ઇકબાલભાઈ મેમણ, દિલીપભાઈ માણસુરભાઈ સોંદરવા, હરસુખભાઈ રાજાભાઈ સોલાંકી, રવિ હરિભાઈ સોલાંકી અને યુનુસભાઈ લતીફભાઈ શેખ પાસેથી રોકડા રૂ. 50,650, ઘોડી પાસાના નંગ-2 તથા રૂ. 30,000 ની કિંમતના 6 મોબાઈલ ફોન મળી કુલ રૂ. 80,650 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.



