-ઘાયલોને સારવાર માટે હોસ્પીટલે ખસેડાયા
હેયલોંગ જિયાંગ અહીંની એક સ્કુલ જીમમાં છત પડી જતાં જીમમાં રહેલા 9 લોકોના કાટમાળમાં દબાઈ જવાથી મૃત્યુ નીપજયા હતા.જયારે અનેક લોકો ઘાયલ થયા હતા અને બે લોકો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.
- Advertisement -
દૂર્ઘટના સર્જાઈ ત્યારે જીમમાં 19 લોકો હતા.ઘટના સમયે ચાર લોકો બચી ગયા હતા. 15 લોકો ફસાઈ ગયા હતા. ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પીટલ ખસેડાયા હતા. દુર્ઘટનાનું કારણ એ બહાર આવ્યું છે કે જીમની બાજુમાં અન્ય ઈમારતનું નિર્માણ થતુ હતું. આ ઈમારત બનાવતા મજુરોએ જીમની છત પર લાઈટ રાખી હતી જેના વજનથી છત તૂટી ગઈ હતી.