ટ્રાફિક કંટ્રોલર પાસ શાખાના કર્મચારીનું કૌભાંડ બહાર આવ્યું
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ એસટી વિભાગના સુભાષભાઈ અનંતરાય મહેતાજે ટ્રાફીક કંટ્રોલર મુસાફર પાસ શાખામાં ફરજ બજાવે છે.ત્યારે મુસાફરોને પ્રવાસી પાસ કાઢી આપવામાં રૂ.87 હજારનું એસટી વિભાગ સાથે છેતરપિંડીનું કૌભાંડ સામે આવતા વિમલભાઇ મગનભાઇ મકવાણાએ બી.ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ શરુ કરી છે. પોલીસ પ્રાપ્ત વિગત મુજબ તા.01/01/22 થી તા.31/08/23 ના સમય ગાળા દરમ્યાન એસ.ટી.નીગમ દ્રારા સરકારી બસ માં મુસાફરી માટે ઇસ્યુ કરવામા આવતા મુસાફર ક્ધસેસન પાસમાં ગેરરીતી કરી પોતાના અંગત ફાયદા સારુ મુસાફરોને કાઢી આપવામા આવતા પ્રવાસી પાસમાં ગેરરીતી કરી સુભાષભાઈ મેહતાએ મુસાફરોને કાઢી આપવામાં આવતા પ્રવાસી પાસ કુલ – 81 મળી આવેલ કે જે પાસની મુસાફર પાસેથી જમા કરવાની થતી રકમ રૂ.87464ની ડી.સી.સી.માં જમા નહી કરી આ રકમ પોતે રાખી લઇ અને પોતાના અંગત ઉપયોગમાં લઇ આ રકમની ઉચાપત કરી એસ.ટી.નીગમ સાથે છેતરપીંડી વિશ્વાસધાત કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ એસટી વિભાગ દ્વારા મુસાફરોને આપતા પાસમાં 87 હજારની છેતરપિંડી
