ગુજરાત એ.ટી.એસ. તેમજ કેન્દ્રીય એજન્સીઓની સતર્કતા તથા સમન્વયના પરિણામે IMBL ક્રોસ કરી ફિશિંગ બોટની આડમાં નાર્કોટિક્સ ઘુસાડવાનો પ્રયત્ન વધુ એક વખત નિષ્ફળ
પોરબંદર નજીક દરિયામાં ઓપરેશન હાથ ધરી પાકિસ્તની બોટ તથા 14 પાકિસ્તાની ઈસમોને 86 કિલો હેરોઈનના જથ્થા સાથે પકડી પાડતી ગુજરાત ATS, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ તથા NCB
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.29
પાકિસ્તાની ડ્રગ્સ માફિયા હાજી અસ્લમ ઉર્ફે બાબુ બલોચ દ્વારા પાકીસ્તાનના કરાંચી બંદરેથી એક પાકિસ્તાની ફીશીંગ બોટ “અલ-રઝા” માં કેટલોક ગેર કાયદેસર માદક પદાર્થ હેરોઇન અથવા મેથામ્ફેટામાઇનનો જથ્થો ભરી તા.25/04/2024ની રાતથી તા.26/04/2024ની વહેલી સવાર દરમ્યાનમાં પોરબંદરના MIBL નજીક ભારતીય જળ સીમામાં આવનાર છે આ ડ્રગ્સનો જથ્થો તામીલનાડુના કોઇ ભારતીય વહાણમાં તામીલનાડુના માણસો મારફતે શ્રીલંકાના ડ્રગ્સ માફિયાઓને ડીલીવરી કરનાર છે .આ પાકિસ્તાની બોટ તેના બોટના રેડિયો ઉપર પોતાની કોલ સાઇન’ અલી ’ના નામથી ભારતીય વહાણને તેની કોલ સાઇન’ હૈદર ’નામનો પાસવર્ડ શેર કરી તે ડ્રગ્સનો જથ્થાની ભારતીય વહાણને ડીલીવરી કરનાર છે.
ઉપરોક્ત ઈન્ટેલીજન્સને, ઈન્ડીયન કોસ્ટ ગાર્ડ તથા એન.સી.બી. (ઓપ્સ). દિલ્હી સાથે શેર કરી સંયુક્ત ઓપરેશન હાથ ધરવા નિર્ણય લેવામાં આવેલ. ટૂંકી સમયમર્યાદાને ધ્યાને લેતા એ.ટી.એસ. ગુજરાતના પો.ઈન્સ. એન.આર. બ્રહ્મભટ્ટ તથા પો.સ.ઈ. એમ.એન.પટેલ સહિત ઈન્ડીયન કોસ્ટ ગાર્ડને એક ટીમ પોરબંદરથી 180 નોટીકલ માઈલ દૂર MIBL તરફ પહોંચેલ. તા.26/04/2024ની વહેલી સવાર દરમ્યાન વોચ દરમ્યાન ઉપરોક્ત બાતમી હકીકતવાળી શંકાસ્પદ બોટ જોવામાં આવતા તુરત જ આ બોટને આંતરવા પ્રયત્ન કરેલ, જે દરમ્યાન આ બોટમાં સવાર ઈસમો કેટલાક શંકાસ્પદ પેકેટ્સ દરીયામાં નાંખી રહેલ હોવાનું માલૂમ પડેલ અને બોટને જોખમી રીતે ચલાવી ઓપરેશન ટીમની બોટ ઉપર ચઢાવવા પ્રયત્ન કરેલ. જેથી ઓપરેશન ટીમને ફાયર કરવાની ફરજ પડતા પાકિસ્તાની ફીશીંગ બોટ ઉપર ફાયર કરતા એક ઈસમ જોખમી થયેલ. ત્યારબાદ ઓપરેશન ટીમે આ શંકાસ્પદ પાકિસ્તાની બોટમાં બોર્ડીંગ કરેલ અને સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું.
જખમી થયેલા બોટના કેપ્ટન નઝીર હુસૈન, રહે. બલુચીસ્તાન, પાકિસ્તાનનાને ઈમર્જન્સીમાં સારવાર અર્થે હોસ્પીટલમાં દાખલ કરવા તજવીજ હાથ ધરી છે., જેની સારવાર હાલમાં ચાલુ છે. દરમ્યાન એ.ટી.એસ. ગુજરાતના પો.ઈન્સ. શ્રી એમ.એન. શાહ., પો.સ.ઈ. ડી. વી. રાઠોડ તથા મહિલા પો.સ.ઈ. સુ રૂપલ રાઠોડ તેમજ પોરબંદર , ઈન્ડીયન કોસ્ટ ગાર્ડ અને એન.સી.બી. (ઓપ્સ), દિલ્હીની અન્ય એક ટીમ બનાવ સ્થળે પહોંચેલ અને ઓપરેશનમાં જોડાયેલ. જે દરમ્યાન ઉપરોક્ત પાકિસ્તાની ઈસમોના કબ્જાની બોટમાંથી મળી અવેલ 78 પેકેટ્સમાં કુલ 86 કિ.ગ્રા. માદક પદાર્થ મળી આવેલ, જે પોરબંદર દરીયાકાંઠે લાવવામાં આવેલ છે અને પ્રાથમિક દ્રષ્ટિએ હેરોઈન હોવાનું જણાય છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજીત કિંમત રૂ. 602 કરોડ થાય છે. આ ડ્રગ્સનો જથ્થો તામીલનાડુના ડ્રગ્સ માફિયાઓ દ્વારા ભારતીય વહાણ મારફતે શ્રીલંકા પહોંચાડવાનો હતો. આ હેરોઈન સીઝર કેસની આગળની તપાસ એન.સી.બીને સોંપવામાં આવશે.
- Advertisement -
પકડાયેલા 14 પાકિસ્તાનીઓના નામ
(1) નાસીર હુસૈન,
(2) મહોમ્મદ સીદ્દીક,
(3) અમીર હુસૈન,
(4) સલલ,
(5) અમન,
(6) બધલ ખાન
(7) અબ્દુલ રાશીદ
(8) લાલ બક્ષ.
(9) ચાકર ખાન
(10) કાદીર બક્ષ
(11) અબ્દુલ સમાદ
(12) એમ. હકીમ,
(13) નૂર મુહમ્મદ ઉર્ફ નોરો,
(14) મુહમ્મદ ખાન