ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.18
મોરબીના રણછોડનગર મેઈન રોડ પર જલારામ પાર્ક અને અમૃતપાર્ક વચ્ચે રોડ પરથી ઇકો કારમાંથી ઈંગ્લીશ દારૂની 852 બોટલનો જથ્થો જપ્ત કરી પોલીસે દારૂનો જથ્થો અને ઇકો સહીત 10 લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે ઇકો કાર ચાલક નાસી જતા વધુ તપાસ હાથ ધરી છે. મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે ઇકો કાર જીજે 03 એનકે 3973 વાળીમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી એક ઇસમ રણછોડનગર મેઈન રોડ શાંતિવન સ્કૂલ તરફથી આવવાનો છે જેથી ટીમે વોચ ગોઠવી હતી અને રણછોડનગર મેઈન રોડ પર ઇકો ચાલક મુદામાલ મૂકી નાસી ગયો હતો રેઢી પડેલી ઇકો કારની તલાશી લેતા કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો ઇકો કારમાંથી ઓલ સીઝન વ્હીસ્કી 750 મિલીની બોટલ નંગ 276 કીમત રૂ 3,86,400 અને ઓલ સીઝન વ્હીસ્કી 180 મિલી બોટલ નંગ 576 કીમત રૂ 2,01,600 મળીને કુલ રૂ 5,88,000 નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે દારૂનો જથ્થો અને ઇકો કાર કીમત રૂ 4 લાખ તેમજ મોબાઈલ કીમત રૂ 20,000 મળીને કુલ રૂ 10,08,000 નો મુદામાલ જપ્ત કર્યો છે ઇકો કાર ચાલક નાસી ગયો હતો જેથી બી ડીવીઝન પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.



