ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
જૂનાગઢ રેલ્વે સ્ટેશન ખાતે મોદી સરકારની ગેરંટી ભારતીય રેલ્વેનું આધુનિકરણ 85 હજાર કરોડથી વધારેનાં રેલ પ્રોજેક્ટનુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્રારા વર્ચ્યુલી રીતે જોડાયા હતા અને સંદેશો આપતા જણાવ્યું હતું કે,રેલ પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પણ કરી છે આ કાર્યક્રમમાં મેયર ગીતાબેન પરમાર, ધારાસભ્ય સંજય કોરડીયા ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ અને ચેમ્બર ઓફ કોમર્સના સંજયભાઈ પુરોહિત સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહીને પ્રધાનમંત્રી દ્વારા વિકાસ કર્યોને બિરદાવ્યા હતા અને જૂનાગઢ રેલ્વે સ્ટેશન અધિકારીઓને શુભેરછા પાઠવી હતી.