અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ નવનિર્મિત રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા માટે 84 સેકન્ડ માટે અતિ સૂક્ષ્મ મુહૂર્ત રહેશે, જેમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્ર્સ્ટના રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટે દેશભરના વિદ્ધાનો અને મુખ્યના જ્યોતિષાચાર્યથી પ્રાણ પ્રતિષ્ઠાના સમયના નિર્ધારિત કરવા માટે કહ્યું હતું.
84 સેકન્ડનું શુભ મુહૂર્ત
જેમાંથી કાશીના જ્યોતિષાચાર્ય પંડિત ગણેશ્વર શાસ્ત્રી દ્વવિડના જે મુહૂર્ત પસંદ કરતા તેને ખાસ માનીને તેમાં જ રામલલાની સ્થાપના કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે, આ સમય 84 સેન્કડ માત્રનો જ રહેશે, જે 12 વાગીને 29 મિનિટ અને 8 સેકન્ડથી 12 વાગીને 30 મિનિટ 32 સેકન્ડ રહેશે.
- Advertisement -
ટ્ર્સ્ટ પાસે બીજા વિકલ્પો હતા
જો કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના રામલલાની સ્થાપના માટે કેટલીય તારીખોના વિકલ્પો આપવામાં આવ્યા હતા, જેમાં 17 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધીમાં 5 તારીખો હતી, પરંતુ કાશીના જ્યોતિષાચાર્ય પંડિત ગણેશ્વર શાસ્ત્રી દ્વવિડે 22 જાન્યુઆરીની તારીખ અને ખાસ મુહુર્ત પસંદ કર્યો.
આ વિદ્ધાન જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર, 22 જાન્યુઆપીના મુહૂર્તના હિસાબથી કેટલાય દોષોથી મુક્ત છે. આ તારીખ અને આ મુહૂર્ત અગ્નિબાણ, મૃત્યુબાણ, ચોરવાણ, નૃપવાણ અને રોગવાનથી મુક્ત છે.
અયોધ્યા છાવણીમાં ફેરવાશે
ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં ભગવાન શ્રી રામના નવનિર્મિત મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારી ચાલી રહી છે. રામ નગરીમાં સમારોહને લઇને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જેના પગલે CRPF, UPSSF, PAC અને સિવિલ પોલીસ હાજર રહેશે. આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે. એઆઇ બેસ્ડ સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે. અયોધ્યામાં પરવાનગી વગર ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે.