ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ માટે કમાઉ દીકરા સમાન મુખ્યમંત્રીના હોમ ટાઉનના રાજકોટ એસટી ડિવિઝનને ટૂંક સમયમાં બીએસ-6 મોડેલની નવી નક્કોર 84 બસ ફાળવવામાં આવનાર હોવાનું નિગમના ઉચ્ચ અધિકારી સૂત્રોમાંથી જાણવા મળે છે. હાલમાં નરોડા વર્કશોપ ખાતે બસોના બોડી બિલ્ડિંગનું કામ ટોપ ગિયરમાં ચાલી રહ્યું છે.
- Advertisement -
જયારે રાજકોટ એસટી ડિવિઝનના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં આવનાર નવી બસો રાજકોટ, ગોંડલ, મોરબી, જસદણ, વાંકાનેર, ચોટીલા, લીંબડી, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર ડેપોને આપવામાં આવશે હવે ઓછામાં ઓછુ પ્રદૂષણ ફેલાવે તેવા પ્રકારની બીએસ-6 મોડેલની બસો આપવામાં આવી રહી છે જે મોટાભાગે લાંબા અંતરના એકસપ્રેસ રૂટમાં મુકવામાં આવે છે.


