પેરિસ ઓલિમ્પિક 2024 બાદ હવે પેરાલિમ્પિક્સ 28 ઓગસ્ટથી શરૂ થશે. 8 સપ્ટેમ્બર સુધી ચાલનારી આ ગેમ્સ માટે ભારતીય પેરાલિમ્પિક ટીમ શુક્રવારે રવાના થઈ હતી. આ પહેલા ભારતીય પેરાલિમ્પિક કમિટી અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ભારતીય ટીમ માટે ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતીય ટીમમાં તીરંદાજી, એથ્લેટિક્સ, બેડમિન્ટન, કેનોઇંગ, સાઇકલિંગ, બ્લાઇન્ડ જુડો, પાવરલિફ્ટિંગ, રોઇંગ, શૂટિંગ, સ્વિમિંગ, ટેબલ ટેનિસ અને તાઇકવોન્ડો સહિત 12 રમતોમાં 84 ખેલાડીઓનો સમાવેશ થાય છે. પેરાલિમ્પિક્સમાં ભારતની આ સૌથી મોટી ટુકડી છે. ટોક્યોમાં 54 ખેલાડીઓની ટીમે ભાગ લીધો હતો.
- Advertisement -
રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, “અમારા પેરા એથ્લેટ્સમાં અવરોધોને પાર કરવાની અને પડકારોને તકોમાં ફેરવવાની અદભૂત ક્ષમતા છે. તેઓએ પેરિસ પેરાલિમ્પિક્સ 2024ની તૈયારીઓમાં દૃઢ નિશ્ચય અને દ્રઢતા દર્શાવી છે.”
ભાગ્યશ્રી જાધવ અને સુમિત અંતિલને પેરિસ પેરાલિમ્પિક્સ 2024 માટે ભારતના ધ્વજ વાહક તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે. તે દેશના 84 ખેલાડીઓની ટુકડીનું નેતૃત્વ કરશે.
પેરાલિમ્પિક ગેમ્સની શરૂઆત 1960માં થઈ હતી. ભારતે 11 એડિશનમાં ભાગ લીધો છે અને 9 ગોલ્ડ, 12 સિલ્વર અને 10 બ્રોન્ઝ સહિત 31 મેડલ જીત્યા છે. આમાંથી અડધાથી વધુ ટોક્યો 2020માં આવ્યા હતા. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે 19 મેડલ જીત્યા હતા.
- Advertisement -
ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન
ભાવના પટેલ: સિલ્વર મેડલ, મહિલા સિંગલ્સ ટેબલ ટેનિસ વર્ગ 4
નિષાદ કુમાર: સિલ્વર મેડલ, મેન્સ હાઈ જમ્પ T47
અવની લેખા: ગોલ્ડ મેડલ, મહિલાઓની 10 મીટર એર રાઈફલ શૂટિંગ સ્ટેન્ડિંગ SH1
દેવેન્દ્ર ઝાઝરિયા: સિલ્વર મેડલ, મેન્સ જેવલિન થ્રો F46
સુંદર સિંહ ગુર્જર: બ્રોન્ઝ મેડલ, મેન્સ જેવલિન થ્રો F46
યોગેશ કથુનિયા: સિલ્વર મેડલ, મેન્સ ડિસ્કસ થ્રો F56
સુમિત અંતિલ: ગોલ્ડ મેડલ, મેન્સ જેવલિન થ્રો F64
સિંઘરાજ અધના: બ્રોન્ઝ મેડલ, પુરુષોની 10 મીટર એર પિસ્તોલ શૂટિંગ SH1
મરિયપ્પન થાંગાવેલુ: સિલ્વર મેડલ, મેન્સ હાઈ જમ્પ T42
શરદ કુમાર: બ્રોન્ઝ મેડલ, મેન્સ હાઈ જમ્પ T42
પ્રવીણ કુમાર: સિલ્વર મેડલ, મેન્સ હાઈ જમ્પ T64
અવની લેખરા: બ્રોન્ઝ મેડલ, મહિલાઓની 50 મીટર રાઈફલ 3 પોઝિશન SH1
હરવિન્દર સિંહ: બ્રોન્ઝ મેડલ, પુરુષોની વ્યક્તિગત રિકર્વ – ઓપન તીરંદાજી
મનીષ નરવાલ: ગોલ્ડ મેડલ, પુરુષોની 50 મીટર પિસ્તોલ SH1
સિંઘરાજ અધના: સિલ્વર મેડલ, પુરુષોની 50 મીટર પિસ્તોલ એસએચ1
પ્રમોદ ભગત: ગોલ્ડ મેડલ, મેન્સ સિંગલ્સ બેડમિન્ટન SL3
મનોજ સરકાર: બ્રોન્ઝ મેડલ, મેન્સ સિંગલ્સ બેડમિન્ટન SL3
સુહાસ યથિરાજ: સિલ્વર મેડલ, મેન્સ સિંગલ્સ બેડમિન્ટન SL4
કૃષ્ણા નગર: ગોલ્ડ મેડલ, મેન્સ સિંગલ બેડમિન્ટન SH6