ભારત દુનિયાના એ ત્રણ દેશોમાં સમાવેશ થાય છે, જ્યાંથી કરોડપતિઓ સૌથી વધુ પલાયન કરી રહ્યા છે. આ લિસ્ટમાં પહોલા નંબર પર રશિયા, જ્યારે બીજા નંબર પર ચીન છે, ભારત છોડીને બીજા દેશોમાં કરોડપતિઓ વસવાટ કરી રહ્યા છે, એ એક ચિંતાજનક વાત છે.
દુનિયાભરમાં અમીરોની સંખ્યા સૌથી ઝડપથી વધી રહી છે. ભારતમાં પણ કરોડપતિઓની લિસ્ટમાં સતત નવા નામનો સમાવેશ થઇ રહ્યો છે. પરંતુ આ વચ્ચે અમીરો ભારત છોડીને બીજી જગ્યાએ વસી રહ્યા છે, જેની સંખ્યા ઝડપથી વધી રહી છે. હેનલે એન્ડ પાર્ટનર્સની એક રિપોર્ટ અનુસાર, આખા વર્ષમાં ભારતના 8000 કરોડપતિઓએ દેશ છોડયો છે. જે આંકની સાથે હવે ભારતમાંથી કરોડપતિઓના પલાયનને લઇને તેનો સમાવેશ ટોપ-3માં થઇ ગયો છે.
- Advertisement -
રશિયા-ચીન પછી ભારત ત્રીજા નંબર પર
એક તરફ જ્યાં દુનિયાના ટોચના અમીરોની લિસ્ટમાં ભારતીય ઉદ્યોગપતિઓનો ડંકો વાગી રહ્યો છે, ત્યારે મોટી સંખ્યામાં ભારતીય રહેવાસીઓનો દેશથી સાથ છુટતો જાય છે. જણાવેલા આંકડાઓ અનુસાર, વર્ષ 2022માં હજારો કરોડપતિઓએ ભારતમાંથી વિદાય લીધી છે.
8000 કરોડપતિઓએ કર્યુ પલાયન
એક બિઝનેસ મેગેઝીનના જણાવ્યા અનુસાર, ભારત સહિત કેટલાય દેશોના કરોડપતિ પોતાનો દેશ છોડિને બીજી દેશમાં વસી રહ્યા છે. રિપોર્ટમાં જણાવેલા આંકડાઓ અનુસાર, 8000 કરોડપતિઓ વર્ષ 2022માં પલાયન કરી ગયા છે, જ્યારે આ કેસમાં સૌથી આગળ રશિયાથી નિકળીને બીજા દેશમાં વસવાટ કરનારા કરોડપતિઓની સંખ્યા આ વર્ષ 15,000 થઇ ગઇ છે, જ્યારે ચીનમાંથી 10,000 કરોડપતિઓ પલાયન કરી ગયા છે.
- Advertisement -
હાઇ નેટવર્થવાળા લોકોનું ફરીથી પલાયન
કોવિડ-19ની મહામારીના સમયમાં હાઇ નેટવર્થવાળા લોકો દેશના છોડવા પર કેટલાક બ્રેક લાગી ગયા છે, જ્યારે હવે ફરીથી અમીરોએ વિદેશમાં વસાવાનો નિર્ણય કરી લીધો છે અને તાજેતરના આંકડાઓ આ વાતનું સાચું ઉદાહરણ છે. ઉલ્લેખનીય છે કે, હાઇ નેટવર્થવાળા લોકોમાં આ અમીરોનો સમાવેશ થાય છે, જેમની પાસે એક મિલિયન ડોલર કે તેનાથી વધારે સંપત્તિ હોય છે, જો કે, આ પલાયનની સાથે જ ભારતમાં નવા કરોડપતિઓની સંખ્યમાં પણ વધારો જોવા મળ્યો છે. તેમની સાથે જ રિપોર્ટમાં આ આશા જાગી છે કે, સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ સારી થયા પછી દેશને છોડનારા અમીર ભારતમાં ફરી પાછા આવી રહ્યા છે.
આ દેશોમાંથી પણ અમીર નીકળી રહ્યા છે
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, રશિયા-ચીન અને ભારત જ નહીં, પરંતુ હોંગકોંગ એસએઆર, યુક્રેન, બ્રાઝીલ, મેક્સીકો, બ્રિટેન, સાઉદી અરબ અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાંથી પણ કરોડપતિઓ પલાયન કરી રહ્યા છે, અને તેમના રેટમાં પણ વધારો થઇ રહ્યો છે. છેલ્લા 10 વર્ષોમાં કરોડપતિઓના દેશ છોડવાના રેટમાં સતત વધારો નોંધાયો છે. કોરોનાના સમયમાં વર્ષ 2020-21માં આ રેટમાં ઘટાડો જોવા મળ્યો હતો. રિપોર્ટમાં રશિયાના હુમલાથી પરેશાન યુક્રેન વિશે જાણકારી મળી કે વર્ષ 2022ના અંત સુધીમાં યુક્રેનના હાઇ નેટવર્થવાળા 42 ટકા લોકોએ દેશ છોડ્યો છે.
દુનિયાના 88000 અમીરોએ નવી જગ્યાઓ શોધી
હેનલે એન્ડ પાર્ટનર્સની રિપોર્ટ અનુસાર, વર્ષ 2022માં અત્યાર સુધીમાં દુનિયાના તમામ દેશોમાંથી લગભગ 88,000 હાઇ નેટવર્થવાળા લોકો બીજા દેશમાં ગયા છે. ભારત- રશિયા અને ચીન સિવાય હોંગકોંગથી 3000 અમીર અને યુક્રેનથી 2,800 કરોડપતિઓએ પલાયન કર્યુ છે. બ્રિટેન આ લિસ્ટમાં 1,500 અમીરો સાથે સાતમાં નંબર પર છે. જ્યારે એ દેશોમાં અમીર પોતાની નવી જગ્યાઓ શોધી રહ્યા છે. તેમાં યૂએઇ, સિંગાપુર અને ઓસ્ટ્રેલિયા ટોચ પર છે. પોતાનો દેશ છોડનારા કરોડપતિઓમાં યૂએઇમાં આ વર્ષ 4,000, ઓસ્ટ્રેલિયામાં 3,500, અને સિંગાપુરમાં 2,800 લોકો સુધી આંકડો પહોંચ્યો છે.