900 લિટર છાશ પણ મળી, કુલ લગભગ 2000 કિલો ખાવાલાયક ન ગણાય તેવો ખાદ્યપદાર્થોનો નાશ…
નામ બડે ઔર દર્શન છોટે…
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.29
રાજકોટ મનપાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ખાણી-પીણીના વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવી રહ્યા છે ત્યારે શહેરની પ્રખ્યાત શ્રી ખોડિયાર વિજય ડેરી ફાર્મને ત્યાં દરોડા પાડતા જાણવા મળ્યું કે અહીંનું ફૂડ ખાવાલાયક નથી. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં ખાણી-પીણીના વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. શ્રી ખોડિયાર વિજય ડેરી ફાર્મની છાશ, મીઠા માવો, મલાઈ સહિતની વસ્તુઓ પડતર હોવાનું માલૂમ થયું હતું.
રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ સાથે આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણી, ડેઝીગ્નેટેડ ઓફિસર ડો. હાર્દિક મેતા, ફૂડ સેફ્ટી ઓફિસર કે. જે. સરવૈયા, ફૂડ સેફ્ટી ઓફિસર કે. એમ. રાઠોડ તથા ફૂડ સેફ્ટી ઓફિસર આર. આર. પરમાર સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન રૈયા રોડ, રેલ્વે અન્ડર બ્રીજ ઉપર આવેલી ‘શ્રી ખોડિયાર વિજય ડેરી ફાર્મ’ પેઢીની તપાસણી દરમિયાન પેઢીના ફૂડ બિઝનેશ ઓપરેટરની હાજરીમાં પેઢીની તપાસ કરતાં પેઢીના કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરેલી પોલીથીનની બેગમાં સંગ્રહ કરેલ મલાઈ (પેક્ડ)-800 કિ.ગ્રા., મીઠો માવો (પેક્ડ)-400 કિ.ગ્રા. તથા પેઢીમાં રહેલા કેરેટમાં સંગ્રહ કરેલી છાશ (પેક્ડ)-900 લિટરનો જથ્થો માનવ આહાર માટે વેચાણ અર્થે સંગ્રહ કરેલી વસ્તુઓ ખાવાલાયક નથી.
- Advertisement -
તમામ પોલીથીન બેગમાં સંગ્રહ કરેલા જથ્થા પર FSSAI ના નિયમ મુજબ ઉત્પાદનનું નામ, ઉત્પાદન કર્યા અંગેની વિગતો કે ઉત્પાદનોની એકપાયરી/બેસ્ટ બિફોર અંગેની વિગતો દર્શાવેલી ન હતી અને જથ્થો પડતર હોવાનું ફૂડ બિઝનેશ ઓપરેટરે સ્વીકારેલુ અને તમામ જથ્થો માનવ આહાર માટે યોગ્ય ન હોય જઠખ વિભાગના વાહન સ્થળ પર બોલાવી પેક્ડ ખાદ્યચીજોનો અંદાજીત કુલ મળી 2000 કિ.ગ્રા. જથ્થો નાશ કરવામાં આવ્યો હતો તેમજ પેઢીમાં ઉત્પાદક તરીકેનું લાયસન્સ લેવા તથા પેઢીમાં યોગ્ય સ્ટોરેજ કરવા તેમજ FSSAIના નિયમ મુજબ પેઢીમાં ઉત્પાદન કરતાં ખાદ્યચીજોના પેકિંગ પર લેબલિંગ કરી વિગતો દર્શાવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી તેમજ પેઢીના સ્થળ પરથી ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ -2006 મુજબ ડ્રાયફ્રૂટ શીખંડ (લુઝ), પનીર (લુઝ), અંજીર કાજુ આઇસ્ક્રીમ (લુઝ)ના નમૂના લેવામાં આવ્યા હતા.