લેબેનોન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં હવે એક નવો વળાંક આવ્યો છે. માનવાધિકાર સંગઠન હ્યુમન રાઈટ્સ વોચ(HRW) એ ગંભીર આરોપ લગાવ્યો છે કે ઈઝરાયલી સેનાએ દક્ષિણ લેબેનોનના યોહમોર ગામના રહેણાંક વિસ્તારોમાં અત્યંત જોખમી અને ‘ગેરકાનુની’ ગણાતા વ્હાઈટ ફૉસ્ફરસ ગોળા ફેંક્યા છે. આ હુમલો એવા સમયે થયો જ્યારે ઈઝરાયલી દળોએ સ્થાનિક લોકોને ગામ ખાલી કરવાની ચેતવણી આપી હતી. જોકે, હ્યુમન રાઈટ્સ વોચે સાત જેટલી તસવીરોને વેરિફાઈ કરીને પુષ્ટિ કરી છે કે વસ્તીવાળા વિસ્તારોમાં આ વિવાદાસ્પદ કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે આંતરરાષ્ટ્રીય કાયદાઓ હેઠળ પ્રતિબંધિત માનવામાં આવે છે.
વ્હાઈટ ફૉસ્ફરસ શું છે?
- Advertisement -
પરિસ્થિતિ અત્યંત ગંભીર અને ચિંતાજનક
લેબેનોનમાં સ્થિતિ અત્યંત ગંભીર બની રહી છે. લેબેનોન સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ, 2 માર્ચ. 2026થી 8 માર્ચ. 2026 દરમિયાન થયેલી ઈઝરાયલની એરસ્ટ્રાઈકમાં અત્યાર સુધીમાં 400 લોકોના મોત થયા છે, જેમાં 83 બાળકો અને 42 મહિલાઓનો સમાવેશ થાય છે. આ હુમલાઓમાં 1130થી વધુ લોકો ઘાયલ થયા છે. ખાસ કરીને દક્ષિણ લેબેનોન, પૂર્વી બેકા ઘાટી અને બેરુતના ઉપનગરોમાં આવેલા રહેણાંક વિસ્તારોમાં બોમ્બમારો થવાથી નાગરિકોની જાનહાનિમાં મોટો વધારો થયો છે. લેબેનોનના સ્વાસ્થ્ય મંત્રીએ આ સમગ્ર પરિસ્થિતિને મોટું ‘માનવીય સંકટ’ ગણાવ્યું છે.




