ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
શહેરમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે ગાંધીગ્રામ પોલીસે વોરા સોસાયટી પાછળ આવેલ કૃષ્ણનગર મેઇન રોડ ઉપર રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો જેમાં દારૂની મહેફિલ માણતા આંઠ નબીરાને ઝડપી લેવામાં આવ્યા છે પોલીસે મકાન માલિક અબ્બાસ સેફૂદિનભાઈ ભારમલ, પ્રવીણ જાદવરાય પારેખ, ધર્મેશ બાબુભાઇ ભાલુ, નૂરમહમદ સમસુદીનભાઈ લાખવા, હિતેન્દ્રસિહ ઉર્ફે હીતુ વિક્રમસિહ રાણા, ધનરાજ ધન્વંતરાય વિઠલાણી, મોહસીન ઉર્ફે મોન્ટુ સારીફભાઈ જુણેજા અને કિશોરસિહ દિલાવરસિહ ઝાલાને જડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.